એસટી નિગમ દ્વારા સાતમ-અથમ રજાઓમાં વધારાની બસો ચલાવવાનો આદેશકર્મચારીઓની ગેરહાજરી પર અંકુશ લાવવા અને સેવાની ફ્રિકવન્સી વધારવા સહિતની તકેદારી રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા

કર્મચારીઓની ગેરહાજરી પર અંકુશ લાવવા અને સેવાની ફ્રિકવન્સી વધારવા સહિતની તકેદારી રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા.નિગમ દ્વારા સાતમ-આઠમના તહેવારને ધ્યાનમાં રાખીને એસટી બસો વધારાના ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. 21મી ઓગસ્ટે જન્માષ્ટમીના તહેવારોની જાહેર રજા હોવાથી નિગમની આવકમાં વધારો કરવા અને મુસાફરોને બસની સુવિધા મળી રહે તે માટે નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો આદેશ કરાયો છે.રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની આવકમાં વધારો થાય અને મુસાફરોને ખાનગી બસો જેવી સુવિધા મળી રહે તે હેતુથી એસટી નિગમ દ્વારા ડેપો મેનેજરોને સાતમ-આઠમના તહેવારોમાં એસટી બસોની વધારાની કામગીરી કરવા આદેશ કર્યો છે. જો કે, 21 ઓગસ્ટે તહેવારોની જાહેર રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો તેમના વતન અથવા પર્યટન સ્થળોએ પરિવાર સાથે ફરવા જાય છે.પ્રવાસી સ્થળોએ મુસાફરોની માંગને ધ્યાને રાખીને વધારાની બસો ચલાવવા સુચના આપવામાં આવી છે જેથી મુસાફરોને બસની સુવિધા મળી રહે. તેમજ તકેદારી રાખવા જણાવાયું છે. જેમાં છેલ્લા વર્ષના વધારાના સંચાલન અને મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને આયોજન કરવાનું રહેશે.વધારાની બસોનું સંચાલન એ રીતે કરવાનું રહેશે કે તે નિગમની અન્ય સેવાઓને સમાંતર ન ચાલે. એસટી નિગમની એક્સપ્રેસ સેવાઓ રદ કરવામાં આવશે અને આવકનું દૈનિક મોનિટરિંગ પણ કરવું પડશે. મહાનગરો, જિલ્લા અને તાલુકા કેન્દ્રોને જોડતી સેવાઓના પીક અવર્સમાં આવર્તન વધારો. એસટી નિગમના આદેશમાં વધારાની કામગીરી દરમિયાન કર્મચારીઓની ગેરહાજરી પર નિયંત્રણ રાખવા સહિતની તકેદારી રાખવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે