માતાપિતા ચેતી જજો : સુરતમાં 11 વર્ષના બાળકને સ્કૂટર ચલાવવા આપનાર પિતાની પોલીસે ધરપકડ કરી…

સુરત (Surat ):. ટ્રાફિક પોલીસ માટે પણ દિવસેને દિવસે પડકાર ઉભો થઈ રહ્યો છે. એક તરફ કેટલાક યુવકો જોખમી સ્ટંટ કરી રહ્યા છે. તો બીજી તરફ એક પિતા જ એના  9 -10 વર્ષના બાળકને મોપેડનું સ્ટીયરિંગ સોપી અન્યના જીવ જોખમમાં મુક્યા હતા.

મળતી જાણકારી મુજબ ,ગઈકાલે સુરતના ડભોલી બ્રિજ ઉપર પિતા અને પુત્રનો મોપેડ હંકારતો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં પિતાએ પોતાના સાતથી આઠ વર્ષના બાળકના હાથમાં સ્ટીયરિંગ સોંપી દીધું હતું અને બાળક પૂરપાટ ઝડપે મોપેડ ચલાવતો હતો.આવા કેટલાક પિતાઓ જે પોતે ગંભીર ન રહેતા હોવાને કારણે મોટું અકસ્માત નોતરી લેતા હોય છે

શહેરમાં સ્ટંટના વીડિયો વાઇરલ થયા બાદ ટ્રાફિક વિભાગ પણ હવે સક્રિય થઈ ગયું છે. સ્થાનિક પોલીસ તો કામ કરી રહી છે, પરંતુ ટ્રાફિક નિયમનો ઉલ્લંઘન કરતા નબીરાઓ ઉપર હવે ટ્રાફિક વિભાગ બાજ નજર રાખીને બેઠું છે.  જહાંગીરપુરા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દ્વારા ડભોલી બ્રિજ ઉપર ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન કરી પોતાનો અને બીજાનો જીવ જોખમમાં નાખનાર પિતાને શોધી લીધો હતો. નાના બાળકને આ રીતે સ્ટીયરિંગ સોંપી દેવું એ ખરેખર ખૂબ જ જોખમી છે.