અમદાવાદ(Amadavad):અમદાવાદ માં થનારો બ્રીજ અકસ્માત કોઈ લોકો ભુલાવી શકતા નથી,અને 9 નિર્દોષ લોકોના ભોગ લેનાર તથ્ય પટેલને ફાંસી થાય એવી બધા જ પરિવારની માંગ છે,ત્યારે વધારે એક પોલીસકર્મીઓનું ભેદ જાણવા મળ્યું હતું. 9 નિર્દોષ લોકોની સાથે સાથે પોલીસ કોન્સ્ટેબલનું મૃત્યું થયું હોવા તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રગ્નેશ પટેલને સાથ આપવા વાળા અમુક પોલીસ અધિકારી અંદરો અંદર ખુબ જ બેબાકળા છે.
પિતા-પુત્ર હાલ જેલમાં છે, તેને મદદ કરવા માટે કેટલાક પોલીસ અધિકારીઓ પાછળથી મદદ કરી રહ્યા છે એવું પણ સામે આવી રહ્યું છે. પરંતુ પ્રજ્ઞેશ પટેલના સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં તેના મિત્રોના લિસ્ટમાં એક શહેરના પૂર્વ એસીપી ક્રાઈમ તેમજ પ્રજ્ઞેશને નજીકથી ઓળખનાર પોલીસ અધિકારીઓ પણ છે.
હવે સોશિયલ મીડિયામાં બળાત્કારના આરોપીને અધિકારીઓ પોતાના ફ્રેન્ડ બનાવે છે, એતો એની પાછળ પૈસાનો જ હાથ હોઈ શકે ને, એની પાછળ પણ ખરેખર કોઈ કારણ જવાબદાર હોઈ શકે છે અને એ અંગે પણ પોલીસ વિભાગમાં ખુબ જ ચર્ચાનો વિષય થઈ ગયો છે કે એવી તે આરોપીને મિત્ર બનાવવાની શી જરૂર પડી.
આરોપી સાથે પોલીસના શું સંબંધ છે. એવી પણ ચર્ચા છે કે પ્રજ્ઞેશ ગોતા સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જૂના પોલીસકર્મચારીઓ હજી પણ સંપર્કમાં છે,અને પાછળના બારણેથી તેની મદદ ચાલુ છે.