બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરનારા લોકો અંગે રાજભાએ આપી ખુબ જ સરસ સલાહ,જુઓ.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજ કાલ ખુબ જ ચર્ચામાં છે,અમુક લોકો એના તરફ બોલે છે તો અમુક લોકો એના વિરુધ્ધમાં બોલે છે.બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરનારા લોકો અંગે રાજભાએ આપી ખુબ જ સરસ સલાહ આપી હતી.

‘તેઓ લોકોને જોડવાનું કામ કરે છે. લોકોને વિજ્ઞાન અને ધર્મની શ્રદ્ધા મારફતે જોડે છે. કોઈ બીમાર હોય તો ડૉક્ટર કરે છે, તમે ડર કાઢી નાખો અને આ દવા લો. આવા કિસ્સામાં 50 ટકા દવા અને 50 ટકા ડર કાઢી નાખો એટલે સારવાર થઈ જતી હોય છે. એટલે જે દવા કામ કરે છે એ વિજ્ઞાન છે. ટૂંકમાં કહું તો બાબા બહુ સારું કામ કરી રહ્યાં છે. ગુજરાતની ધરતીમાં તેમનાં પાવન પગલાં પડ્યાં છે. જે લોકો વિરોધ કરે છે એમાં જૈસી જિસ કી સોચ.’

અચ્છા કહો ઉલ્ટા સુણે, રાજ ન કરીએ રોશ
સબ કા જાતી સ્વભાવ હૈ, જૈસી જિસ કી સૌચ

‘વિરોધ કરવો હોય તો ઘણા મુદ્દા પર કરવા જેવો છે. પ્રકૃતિનો નાશ થાય છે, પ્લાસ્ટિકનો નાશ કરવાની અત્યારથી શરૂઆત કરીએ તો પણ વર્ષો સુધી તેનો નાશ થાય તેમ નથી. ઝાડ કપાય છે, તેમાં ધ્યાન નથી.

ગઢવીએ કહ્યું, ‘દિવ્ય શક્તિ દરેક માણસમાં છે. દિવ્ય શક્તિ ન હોય વજનદાર પ્લેન આકાશમાં કેવી રીતે ઉડાડી શકાય? સવા ત્રણ સો વર્ષથી બાગેશ્વર બાબાની સ્થાપના થઈ હોય તો તેનામાં દિવ્ય શક્તિ કેમ ન હોય? દિવ્ય શક્તિ છે ત્યારે જ લોકોનો વિશ્વાસ છે, દુઃખ દૂર થાય છે. કેટલાક લોકો કહેતા હોય કે આવી જગ્યાએ પણ પર્સ ચોરાઈ જાય છે.

એક-દોઢ લાખ લોકો બેઠા હોય એ બધા હનુમાનજીના ભક્ત ન હોય. અમુક લોકો તેના પોતાના કામ કરવા માટે આવ્યા હોય. જેના મુખડા રે દીઠે ને મોજું આવ્યું… એવાને વંદન કરવા જોઈએ.’