રાજકોટ(Rajkot):બાગેશ્વર બાબા આજ કાલ ખુબ જ ચર્ચામાં છે,તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે.બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારમાં હિપ્નોટાઇઝ કરીને રૂપિયા લઈ લેવામાં આવ્યા હોવાનો આરોપ રાજકોટના યુવાન દ્વારા લગાવવામાં આવ્યો છે.
એક યુવાન દ્વારા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તેમને હિપ્નોટાઈઝ કરી તેની પાસેથી 13 હજાર પડાવ્યા અંગે પોલીસ કમિશનરને અરજી કરી છે.
હેમલ વિઠલાણી નામના યુવાન દ્વારા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે, જેમાં ચાલુ દરબારે બાબાએ હિપ્નોટાઇઝ કરીને ખિસ્સુ ખાલી કરાવી નાખ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે અરજદારે જણાવ્યું હતું કે કાર્યક્રમ પૂરો થયા પછી રૂપિયા પરત મળશે, પણ નહીં મળતાં અરજી કરવામાં આવી છે અને રૂ.13 હજાર આપી દીધા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પૈસા પરત અપાવવા અંગે મેં આયોજકોનો પણ સંપર્ક કર્યો છે, જેમાં તેમણે મને કહ્યું- અમને પૂછીને તમે પૈસા આપ્યા ન હતા. રાત્રે દરબાર પૂર્ણ થયા બાદ સંપર્ક કરવામાં આવશે.
વધુમાં જણાવ્યું હતું કે મારી એક જ માગ છે કે મારી સાથે ફ્રોડ થયું, એ બીજા સાથે ન થવું જોઈએ.ઘણા લોકો કહે છે કે માત્ર બદનામ કરવાનું કાવતરું છે.