અરવલ્લી જીલ્લામાં રક્ષાબંધનની શ્રધ્ધાભેર ઉજવણી : નારિયેળી પૂનમે પૂજા-અર્ચના સાથે બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલી

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાંજ  તહેવારોના કારણે વાતાવરણ ભક્તિમય બની જાય છે આ માસમાં આવતા તહેવારોનું ઘણું મહત્વ રહ્યું છે જેમાં ભાઈ-બહેન ના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધનનું અનોખું મહત્વ છે બહેન ભાઈ ઉપર કોઈ સંકટ ન આવે તેના રક્ષણ માટે રાખડી બાંધીને પ્રાર્થના કરે છે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં ધામધૂમ પૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી બહેનોએ શુભમુહર્તમાં પોતાના લાડકવાયા ભાઈઓના હાથે રાખડી બાંધી તેમની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી
રક્ષાબંધનના તહેવારને લઈ વહેલી સવાર થીજ  અબાલ વૃદ્ધ સૌકોઈ માં આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો બહેનોએ ભાઈઓ માટે બજાર માં મળતી અવનવી યથાશક્તિ મુજબ રાખડીઓ ખરીદી હતી બાળકોમાં લાઈટ અને કાર્ટૂનવાળી રાખડી આકર્ષણનું કેન્દ્ર બની હતી શુભમુહર્તમાં બહેનોએ ભાઈઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી રાખડી બાંધી હતું ત્યારબાદ ભાઈ પત્નીને પણ નણંદોએ રાખડી બાંધી હતી રક્ષાબંધનમાં કેટલાક મુસ્લિમ ભાઈઓના ઘરે હિન્દૂ બહેનો અને મુસ્લિમ બહેનોએ હિન્દૂ ભાઈઓને ત્યાં રાખડી લઈ રક્ષાબંધનની ભાવપૂર્વક ઉજવણી થતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા
શ્રાવણ માસની નારિયેળી પૂનમ બ્રાહ્મણો માટે અનેરૂ મહત્વ ધરાવે છે અને જનોઈ બદલાતા હોય છે મોડાસાના ઓધારી મંદિર ખાતે રક્ષાબંધનના પવિત્ર દિવસે બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલવાની વિધિ યોજી હતી જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણોએ પોતાની જનોઈ પવિત્ર શ્લોક ઉચ્ચારણ અને પૂજા અર્ચન સાથે નવી જનોઈ ધારણ કરી હતી સમૂહ જનોઈ બદલવાની વિધિ એકલંજી મિત્ર મંડળ દ્વારા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં મોડાસા સહીત જીલ્લાના બ્રાહ્મણો જોડાયા હતા