RTO: આ એક વેબસાઇટ પરથી થઇ જશે RTOને લગતા તમામ કામ, નહીં પડે કોઈની જરૂર

વ્હીકલ સાથે સંબંધિત તમામ કાર્યો જેવા કે ડ્રાઇવિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સમાં સુધારા-વધારા કરવા, જુની ગાડીની આરસી ટ્રાન્સફર કરવી કે વાહનની ફિટનેસ કરાવવાની હોય, આવા ઘણાબધા કામો ટ્રાફિક સાથે જોડાયેલી કાર્ય સંબંધિત આરટીઓમાથી જ કરવામાં આવે છે.

જોકે, ઘણાબધા લોકો એવી ફરિયાદ કરે છે કે, આરટીઓમાં મોટાભાગના કાર્યો કરાવવા માટે દલાલોનો જ સહારો લેવો પડે છે, અને તેને આરટીઓની સુવિધાઓને પ્રાપ્ત કરવા માટે દલાલોને કારણ વિનાના પૈસા આપવા પડે છે, અને જે પછી તેને આરટીઓની સુવિધાઓનો લાભ મળી શકે છે. જો તમે પણ આવી સમસ્યાઓનો સામનો કરો છો, તો તમારી આ ફરિયાદથી છુટકારો અપાવવા માટે એક એવી વેબસાઇટ ઉપલબ્ધ છે જેના દ્વારા તમે વિના દલાલોના ચક્કરમા ફસાયે પોતાના કામ આસાનીથી કરાવી શકો છો. તો જાણો આરટીઓ સંબંધિત તમામ કાર્યોને કેવી રીતે સરળતાથી કરી શકાય તેના વિશે……….

કઇ રીતે કરી શકો છો આ કામ  

જેમ કે હવે દેશમાં મોટાભાગના કાર્ય ડિજીટલ પ્લેટફોર્મ પરથી કરવામાં આવે છે, આ શ્રીણીમાં હવે આરટીઓના પણ અનેક કાર્ય ઓનલાઇન રીતે કરી શકો છો. આ માટે સંબંધિત સરકારી વેબસાઇટ છે https://parivahan.gov.in/parivahan/

આ વેબસાઇટ દ્વારા તમે આરટીઓ સાથે જોડાયેલા કાર્ય કરી શકો છો. આ વેબસાઇટના હૉમ પેજ જ્યારે તમે લૉગ ઇન કરશો તો તમને ઓનલાઇન સર્વિસનો ઓપ્શન દેખાશે. અહીં તમને આરટીઓની તમામ સર્વિસનો ઓપ્શન મળી જશે, જ્યાં તમે પોતાની જરૂરી સર્વિસ પર ક્લિક કરીને અન્ય પ્રક્રિયાને ઓનલાઇન પુરી કરી શકો છો.

છતાં પણ જવુ પડી શકે છે આરટીઓ ઓફિસ

જોકે, કેટલાય એવા કાર્યો પણ છે, જેની ઓનલાઇન અરજી કર્યા બાદ પણ તમારે આરટીઓ જવાની જરૂર પડશે. જેની જાણકારી પણ આ વેબસાઇટ પરથી મળી જશે. એટલા માટે હવે જ્યારે પણ તમારે આરટીઓનું કોઇ કાર્ય કરાવવુ છે, તો એકવાર આ વેબસાઇટ પર જરૂર જાઓ.