‘OMG-2’ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે ત્યારે મહાકાલ મંદિરના પૂજારીઓએ ‘OMG-2’ ફિલ્મના નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલી છે. આ અંગે મહાકાલ મંદિરના પૂજારીઓનું કહેવું છે કે આ ફિલ્મમાં અશ્લીલ દૃશ્યો છે. મહાકાલ મંદિર આવાં દૃશ્યો સ્વીકારશે નહીં.
તેમનું કહેવું છે કે ફિલ્મમાં ભગવાન શિવના સ્વરૂપને ખોટી રીતે બતાવવામાં આવ્યું છે. તેઓને બજારમાં દુકાનમાંથી કચોરી ખરીદતા બતાવવામાં આવ્યા છે, એનાથી ભગવાન શિવના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે છે.ફિલ્મની વાર્તા ઉજ્જૈનના મંદિર શહેરમાં રહેતા ભગવાન શિવના પ્રખર ભક્ત કાંતિ શરણ મુદગલની આસપાસ વણાયેલી છે.
ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ દાખલ કરશે અને ઉજ્જૈનમાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધની માગ કરશે.નોટિસમાં કહેવામાં આવ્યું છે કે પત્ર મળ્યાના 24 કલાકની અંદર અપમાનજનક દૃશ્યો હટાવી દેવામાં આવે અને જાહેરમાં માફી માગે. જો આ ના કરવામાં આવ્યું તો ફિલ્મના પ્રમાણપત્રને રદ કરવા માટે અપીલ કરવામાં આવશે. આ ફિલ્મ 2012માં રિલીઝ થયેલી પરેશ રાવલ અને અક્ષયકુમાર સ્ટારર ‘OMG’ની સિક્વલ છે.