અત્યાર સુધી અનેક આફતોથી બચ્યું છે દ્વારકા…..તો શું બિપરજોય દ્વારકા મંદિરને નુકસાન પહોંચાડશે ????

બિપોરજોય વાવાઝોડાના કારણે સમગ્ર રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે આશંકા છે કે આ વાવાઝોડું દ્વારકામાં ટકરાઈ શકે છે.

અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત ‘બિપરજોય’ અતિપ્રચંડ બની રહ્યું છે. હવે ધીમે ધીમે આગળ પણ વધી રહ્યું છે.  જેના કારણે અતિવૃષ્ટિની અને ભારે ખાનાખરાબીની પણ આશંકા સેવાઈ રહી છે. વાવાઝોડાનો સામનો કરવા માટે તંત્ર પણ સજ્જ  થઇ ગયા છે, પરંતુ દ્વારકાવાસીઓને ધરપત છે. તેમને ગળા સુધીની ખાતરી છે કે આ વાવાઝોડું ફંટાઇ જશે અને દ્વારકાને એની આંચ નહીં આવે. આની પાછળ દ્વારકાવાસીઓ ભગવાન શ્રી દ્વારિકાધીશ કાળિયા ઠાકોરની કૃપા માને છે.

ઇતિહાસમાં એક નહીં પરંતુ અનેક એવાં ઉદાહરણો મોજૂદ છે, જેમાં દ્વારકા પર પ્રચંડ આફતો આવેલી, અને છેલ્લી ઘડીએ તે ટળી ગઇ હતી.’વાવાઝોડાની આશંકા વચ્ચે ઇતિહાસમાં પહેલીવાર આગામી 17 જૂન સુધી જગત મંદિર ઉપર એક પણ ધજા ચઢાવવામાં નહીં આવે. આ ધજા કાળિયા ઠાકોરનાં ચરણમાં અર્પણ કરવામાં આવશે. ઇતિહાસમાં પહેલીવાર સળંગ 5 દિવસ સુધી ધજા ચઢાવવામાં નહીં આવે.’

‘વાવાઝોડા દરમિયાન રૂપેણ બંદરના લોકોનું સ્થળાંતર ચાલતું હતું ત્યારે મુસ્લિમ લોકો એમ કહેતા હતા કે જ્યાં સુધી દ્વારકાધીશજી અહીં બિરાજમાન છે ત્યાં સુધી દ્વારકામાં કશું થાય નહીં. કોઈપણ આફત આવે ત્યારે માણસ તો ઠીક, કીડીને પણ આંચ આવી ન હતી. મંદિરના પૂજારીએ કહ્યું હતું કે ‘આજ દિવસ સુધી અનેક દુર્ઘટના સર્જાઈ છે, પરંતુ દ્વારકા ઉપર એની કોઈ અસર થઈ નથી.