જૂનાગઢમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ મહાશિવરાત્રી મેળામાં જોડાવા માંગતા મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા રાજકોટ-જૂનાગઢ વચ્ચે એક સ્પેશિયલ ટ્રેન ચલાવવા માટે આદેશ અને બીજી ઘણી ટ્રેનમાં વધારાના કોચ લગાવવામાં આવશે. રાજકોટ-જૂનાગઢ વચ્ચે ‘મેળા સ્પેશિયલ ટ્રેન’ 15થી 21 ફેબ્રુઆરી સુધી દોડશે. રાજકોટથી ટ્રેન સવારે 10.40 એ ઉપડશે,12.40 એ જૂનાગઢ પહોંચશે, જૂનાગઢથી રાજકોટ આવવા માટે બપોરે 3.30 કલાકે ઉપડશે ટ્રેન, અન્ય ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે, સોમનાથ – અમદાવાદ – સોમનાથ, વેરાવળ રાજકોટ વેરાવળ, પોરબંદર સોમનાથ પોરબંદર અને રાજકોટ સોમનાથ ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે.
મહાશિવરાત્રીનો તહેવાર સાવ નજીક છે ત્યારે જૂનાગઢમાં ભવનાથના મેળામાં હજારો લોકો પહોંચતા હોય છે સાથે જ ગીર સોમનાથ ખાતે આવેલા જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે પણ લોકો શિવરાત્રિના દર્શન માટે ઉમટી પડતા હોય છે. જેને ધ્યાને લઈને રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાશિવરાત્રી માટેની સ્પેશિયલ ટ્રેન આ પ્રમાણે છે
મહાશિવરાત્રી સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે 10-40 વાગ્યે ઉપડશે અને 12-40 વાગ્યે જૂનાગઢ પહોંચશે . તો રાજકોટ પરત આવવા માટે જૂનાગઢથ બપોરે 3-30 વાગ્યે ટ્રેન ઉપડશે. સાથે જ જૂનાગઢ જતી ટ્રેનમાં વધારાના કોચ પણ જોડવાની વ્યવસ્થા કરવામાં આવી છે
. આ ટ્રેનમાં સોમનાથ – અમદાવાદ – સોમનાથ અને વેરાવળ -રાજકોટ તેમજ પોરબંદર સોમનાથ અને રાજકોટ સોમનાથ ટ્રેનનો સમાવેશ થાય છે આ ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે. જેતકી મુસાફરો સોમનઆથ અને જૂનાગઢ માટે સરળતાથી પરિવહન કરી શકે. આ ટ્રેન રાજકોટથી સવારે 10.40 એ ઉપડશે,12.40 એ જૂનાગઢ પહોંચશે, જૂનાગઢથી રાજકોટ આવવા માટે બપોરે 3.30 કલાકે ઉપડશે ટ્રેન, અન્ય ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે, સોમનાથ – અમદાવાદ – સોમનાથ, વેરાવળ રાજકોટ વેરાવળ, પોરબંદર સોમનાથ પોરબંદર અને રાજકોટ સોમનાથ ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત જે ટ્રેનમાં વધારાના કોચ લગાવવામાં આવનાર છે.
તેમાં ટ્રેન નં. 19119/19120 સોમનાથ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ, ટ્રેન નં. 09513/09514 વેરાવળ-રાજકોટ-વેરાવળ સ્પેશિયલ, ટ્રેન નં. 19207/19208 પોરબંદર-સોમનાથ-પોરબંદર એક્સપ્રેસ અને ટ્રેન નં. 09522/09521 રાજકોટ-સોમનાથ-રાજકોટ પેસેન્જરનો સમાવેશ થાય છે તેવું રાજકોટ રેલવેના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ જણાવ્યું છે.