વડોદરામાં 28 વર્ષીય યુવકે અંગત કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું.

વડોદરા (Vadodra ):આપઘાતના કેસોમાં ઘટાડો થવાનું નામ જ નથી લેતું દિવસે ને દિવસે વધારો થાય છે ને એમાં  પણ વધારે યુવાઓના જ બનાવ સામે આવે છે એવામાં વડોદરા શહેરના માંજલપુર પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ GIDC રોડ પર આવેલ સોસાયટીમાં રહેતા યુવકે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

મળતી જાણકારી મુજબ ,બનાવની વિગતો એવી છે કે, ગત રાતે શહેરના માંજલપુર જીઆઇડીસી રોડ પર આવેલી ઉંમર કૃપા સોસાયટીમાં રહેતા વિજય રામચંદ્ર વાઘ નામના 28 વર્ષીય યુવકે અંગત કારણોસર ગત રાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું.

આ ઘટનાને લઈ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલમાં આ પગલું પારિવારિક કારણોસર ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ  બનાવની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પોહચી યુવાનો મૃતદેહનો કબ્જો લઈ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.

હાલમાં માંજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આ અપઘાતમાં પાછળ સાચું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.