સુરતમાં પેટ્રોલિંગ સમયે સૈનિકને રસ્તા પર જ ચક્કર આવતા ઢળી પડ્યા , મૃતદેહને સન્માન સાથે હવાઈ માર્ગે UP મોકલવામાં આવ્યો..

સુરત (Surat ): અત્યારે હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે એમાં એક નવો કેસ સુરતમાં બન્યો છે .સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા રેપિડ એક્શન ફોર્સના જવાન શહીદ થયા છે. લિંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રસ્તા પર ઢળી પડ્યા  હતા .

મૂળ ઉત્તરપ્રદેશના 58 વર્ષીય ધરમપાલ RAFમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેઓ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા હતા. આ દરમિયાન ગત રોજ રૂટિન પ્રમાણે લિંબાયત વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરતા સમયે ચક્કર આવ્યા બાદ ઢળી પડ્યા હતા.

ત્યારબાદ સાથી જવાનો તમને લઈને સ્મીમેર હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જવાનના રિપોર્ટમાં હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવામાં મળ્યું હતું. ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ધરમપાલના નિધન અંગે RSF દ્વારા તેમના પુત્રને જાણ કરવામાં આવી હતી,  જવાન શહીદ થાય તેણે જે રીતે સન્માન આપવામાં આવે તે રીતે જ વિદાય આપવામાં આવી હતી. હાજર સૌ કોઈએ શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ મૃતદેહને હવાઈ માર્ગે મૃતદેહ વતન ઉત્તરપ્રદેશ મોકલવામાં આવ્યો હતો.