બાગેશ્વરબાબા ફરી ગુજરાત આવવાની અટકળો, કેટલાક નેતાઓએ આમંત્રણ આપ્યું,જુઓ કોણ છે નેતા.

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજકાલ ખુબ જ ચર્ચામાં છે. કેટલાક દિવસોમાં મળેલી ભાજપની બેઠકમાં નેતાઓને રીલ્સ બનાવવાની સૂચના આપવામાં આવી હોવાની ચર્ચા છે.

બાબા બાગેશ્વર ફરી ગુજરાતના મહેમાન બનશે?બાબા જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે કેટલાક નેતાઓ તેમને મળ્યા અને પોતાના મતવિસ્તારમાં દિવ્ય દરબાર કરવા આમંત્રણ આપ્યું છે.

અમદાવાદ મહાનગર પાલિકાના 192 કોર્પોરેટર પ્રજાના પૈસે ગુજરાતની બહાર જશે. કહેવાઈ રહ્યું છે કે આ કોર્પોરેટર અલગ અલગ શહેરમાં વ્યવસ્થાઓ કેવી છે તે વિષે સ્ટડી કરવા જઈ રહ્યા છે. ચર્ચા છે કે આમ આખો દિવસ બાખડતા ભાજપ-કોંગ્રેસના નેતાઓ ફરવાની વાત આવી એટલે એક થઈ ગયા છે.