કામની વાત/ તહેવારોની સિઝનમાં શરૂ કરો આ બિઝનેસ, થઈ જશો માલામાલ

વધતી મોંઘવારીના જમાનામાં નોકરીની સાથે સાથે કોઈ સાઈડ બિઝનેસ શરૂ કરવો અત્યંત જરૂરી છે. આ સાઈડ બિઝનેસ આપના હુનરના હિસાબે એક્સ્ટ્રા ઈનકમ કરવાનો મોકો આપે છે. જો આપ પણ કંઈ વધારાની કમાણી શોધી રહ્યા છો, તો આપના હુનરના હિસાબે રૂપિયા કમાઈ શકશો. અહીં અમે આપને અમુક આવા બિઝનેસ આઈડીયા આપી રહ્યા છીએ.

હાલમાં તહેવારોની મૌસમ આવી રહી છે. ત્યારે આ સમયે રમકડા, રૂમ ડોકેરેશન સાથે જોડાયેલ સામાન અને વોલ પેન્ટીંગ સાથે જોડાયેલ કામની વધારે ડિમાન્ડ રહેતી હોય છે. આ બિઝનેસ છએ, જેમાં આપ ઓછા ખર્ચામાં પણ સારી એવી કમાણી કરી શકશો. સારી વાત એ છે કે, આ બિઝનેસમાં નફો ખૂબ વધારે હોય છે. જો આ પણ આ બિઝનેસ શરૂ કરવા માગો છો, તો રાહ કોની જોવો છો.

રમકડાનો બિઝનેસ

હાલમાં સમયમાં બાળકોને પણ ગિફ્ટ તરીકે રમકડા આપવું પસંદ છે. તેનાથી રમકડાની ડિમાન઼્ડ ખૂબ વધી ગઈ છે. સાથે જ લોકો ઘરને સજાવાના માટે પણ તેનો ઉપયોગ કરતા હોય છે. તેની સાથે જોડાયેલ બિઝનેસ ખૂબ જ ઓછા બજેટમાં શરૂ કરી શકશો. સારૂ વાત એ છે કે, તેને ઓનલાઈન પણ શરૂ કરી શકો છો.

રંગોળી બિઝનેસ

ફેસ્ટિવલ સીઝન હોય અથવા અન્ય સમયમાં રંગોળીનું બહુ મહત્વ હોય છે. રંગોળી વિના દિવાળી જેવા કેટલાય તહેવારો બેરંગ થઈ જાય છે. રંગોળીની માગ દિવાળીમાં વધી જાય છે. ત્યારે આવા સમયે આપ રંગોળી બિઝનેસ કરીને લાભ કમાઈ શકશો. તેમાં જથ્થાબંધ રંગોળીના રંગ લાવીને અથવા તો છાપેલી ડિઝાઈન લાવીને દુકાનમાં વેચી શકો છો, તેનાથી વધારે કમાણી થશે.

વોલ પેન્ટીંગ

આજ કાલ લોકો પોતાના ઘરને સજાવામાં ખૂબ રૂપિયા ખર્ચે છે. સૌ કોઈને સજાવટ પસંદ છે. જો આપ પણ વોલ પેન્ટીંગનો શોખ ધરાવો છો, તો આપ પણ આ બિઝનેસ કરી શકો છો. અને માર્કેટમાં સારી એવી કમાણી કરી શકશો છો. જેમાં ઘરે બેઠા આપ ઓર્ડર પણ લઈ શકશો.