સુરતના બિલ્ડરો અને કાપડ વેપારીઓના 700 કરોડ લઈ સુરતનો સુમિત ગોયન્કા ફરાર….

સુરત (Surat ); મળતી જાણકારી મુજબ , હાલ સુરતનો મોટાગજાનો બિલ્ડર કહેવતો સુમિટ ગોયન્કા ફરાર છે અને તેણે પોલીસથી બચવા તમામ આરોપીઓએ ફોન પણ બંધ કરી દીધા હતા.ગુજરાતમાં હવે ચીટરોની ફૌજ વધી રહી છે.સુમિત ગોયન્કા મોટા બિલ્ડરો અને કાપડવેપારીઓનું 700 કરોડમાં ફૂલેકું ફેરવીને બિહાર ભાગી ગયો હોવાનું સિટીલાઇટના બિલ્ડરે કહ્યું છે.

સુમિત એન્ડ ટોળકીએ સિટીલાઇટ સૂર્યા પેલેસમાં રહેતા બિલ્ડર અભિષેક ગૌસ્વામીને વીઆઇપી રોડના સોલેરિયમ પ્રોજેક્ટમાં 15 દુકાન વેચી 1.54 કરોડ લીધા હતા. બિલ્ડર અભિષેકે ચેકથી 54 લાખ આપ્યા હતા. હાલમાં 1.65 કરોડની ચીટીંગના ગુનામાં વેસુ પોલીસ આરોપીઓના ઘરે તપાસ માટે ગઈ હતી. જો કે કોઈ હાથમાં આવ્યા નથી અને ફોન પણ બંધ છે.આ અગાઉ સુમિત વિરુદ્ધ પોલીસમાં અરજીઓ પણ થઈ છે.

અભિષેકે જણાવ્યું કે સુમિતે ઉધનાના એક બિલ્ડર પાસેથી 250 કરોડ, એક મોટા બિલ્ડરો પાસેથી 300 કરોડ, કાપડના વેપારીઓ પાસેથી 150 કરોડ લીધા છે.  સુમિત લેનદારોને વોટ્સએપ કોલ કરી ધમકી આપી રહ્યો છે તેવુ ચર્ચાઈ રહ્યું છે.