સુરત: શિયાળાનો તડકો પડ્યો ભારે, દાદીએ તડકો ખાવા બેસાડેલો પૌત્ર બીજા માળેથી પડતા નીપજ્યું મોત

શહેરમાં સામે આવી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના, સુરતમાં બીજા માળેથી પટકાતા બાળકનું કરુણ મોત નીપજયું છે. આ ઘટના સરથાણામાં આવેલી યોગેશ્વર નગર સોસાયટીમાં બની છે. જ્યાં દાદીએ શિયાળાનો તડકો ખાવા બેસાડેલો પૌત્ર નીચે પટકાયો હોવાનું જાણવા મળ્યું છે. બાળકના અકાળે મોતથી પરિવાજનો થયા ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો છે. સામાન્ય રીતે બાળકોને શિયાળામાં તડકો ખવડાવતાં હોય છે. તેવામાં સુરતમાં બનેલી આ ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ છે. જ્યાં દાદી પૌત્રને તડકો ખવડાવી રહ્યા હતા, ત્યારે આ ઘટનાનો બનાવ બન્યો હતો. દાદીએ તડકામાં બેસાડેલો પૌત્ર પડી ગયો હતો. બાળક બીજા માળેથી નીચે પટકાયો હતો. જેના લીધે બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. પુત્રના અકાળે મોતથી પરિવાજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

ઘટનાને પગલે રત્નકલાકાર પરિવાર ઉપર આભ તૂટી પડ્યો છે. જ્યારે હીરેનભાઇને સંતાનમાં એક દોઢ વર્ષીય પુત્ર વર્ણી હોવાનું જાણવા મળી રહ્યું છે. હમણાં જ સેલવાસમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. સેલવાસના ડોકમરડી વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડીંગના આઠમા માળેથી નીચે પટકાતા 6 વર્ષીય બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. શ્રમિક પરિવારના બાળકના મોતને લઈ પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.

બનાવ અંગે સેલવાસ પોલીસે ફરિયાદ નોંધની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સેલવાસના ડોકમરડી વિસ્તારમાં નવા બ્રિજની બાજુમાં જ નવનિર્મિત 10 માળનું બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે. અહીં બિલ્ડીંગના બાંધકામ માટે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધાનવેરી ગામનું એક પરિવાર પણ અહીં કામ કરતું હતું. તેમનો 6 વર્ષીય બાળક રુદય રતિલાલ અરજ ગામમાં સરકારી શાળામાં અભ્યાસ કરતો હતો. ઉતરાયણની રજા હોવાથી તેઓ પરિવાર બાળકને રજાના માહોલમાં પોતાની સાથે લઈ આવ્યું હતું.