સુરતના સૌથી મોટા VR મોલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી:મેઇલમાં લખ્યું- જેટલાને બચાવવા હોય એટલાને બચાવી લો.

સુરત(Surat):હાલમાં સુરત શહેરમાંથી સમાચાર આવી રહ્યા છે કે,સુરતનો સૌથી મોટો વીઆર મોલ પોલીસે ખાલી કરાવ્યો છે. મોલમાં બ્લાસ્ટ કરવાની ઘમકી મળતા પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરત VR મોલને એક મેઈલ આવ્યો જેમાં લખ્યું છે કે, ‘જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે’.

મળતી માહિતી મુજબ,દેશભરમાં 52 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટના ધમકી ભર્યા મેઇલ મળ્યા છે. એડિશનલ સીપી કે.એન. ડામોરે જણાવ્યું હતું કે, આજે ચાર વાગ્યે આ મેઇલ આવ્યો હતો. એમા લખ્યુ હતું કે, આ મોલમાં બોમ્બ મુકવામાં આવ્યો છે અને એ સવારે બ્લાસ્ટ થશે.

નોકરી કરતા આસિફ નામના યુવકે જણાવ્યું હતું કે, મેનેજમેન્ટે આવીને અમને કીધુ કે મોલમાં કોઈ બોમ્બ રાખીને ગયું છે, તમે તમારો સ્ટોર ક્લોજ કરો, એ સમયે હડબડાટ પણ થઈ હતી, જે કસ્ટમર હતા એમને બહાર નીકળવાનુ કહ્યું, 10-15 મિનિટમાં પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ પણ આવી ગયા હતા. 2 થી 3 હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.