વરાછા-કતારગામમાં રહેતા પાટીદારોને બોલાવવા રૂપાલા સુરત આવ્યા,કહ્યું કે,‘હું મૂરતિયો છું, ઘરે પ્રસંગ હોય તો સંબંધીઓને લેવા જવું પડે.

સુરત(surat):આજ કાલ રૂપાલા ખુબ જ વિવાદ માં છે,ત્યારે વરાછા અને કતારગામમાં રહેતા પાટીદારોને બોલાવવા સુરત આવેલા પુરુષોત્તમ રૂપાલાએ રવિવારે સાંજે ગોપીન ગામે જાહેર સભામાં કહ્યું હતું કે, ‘હું મૂરતિયો છું, ઘરે પ્રસંગ હોય તો સંબંધીઓને લેવા જવું પડે, હું તાણ કરવા આવ્યો છું’

મળતી માહિતી અનુસાર,રૂપાલા સાહેબ સુરતચ આવ્યા ત્યારે તળાવ પાસે ક્ષત્રિય સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.વધુમાં જણાવ્યું હતું કે, આ લોકસભાની ચૂંટણી પર દેશ નહીં દુનિયાના દેશો પણ નજર છે. તેમણે રાજકોટ સાંસદીય વિસ્તારના સુરતમાં રહેતા લોકોને એક અઠવાડીયા માટે પ્રચાર માટે આવવા અપીલ કરી હતી.

80 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ, લોકડાઉન સહિતના નિર્ણય, થાળી વગાડવા કે દિવો સળગાવવો, ભારતે બે વેક્સિન બનાવી અન્ય દેશોને પહોંચાડી, રામ મંદિરના નિર્માણ અને પાવાગઢ, ઉજ્જૈન, કાશી મંદિરના કોરીડોર તથા અબુધાબીમાં મંદિરને યાદ કરાવ્યા હતા.