સુરતના સૌથી ફેમસ ડુમસના ટામેટા ભજિયાના કિલોના 500 રૂપિયાને પાર…ટામેટાએ ભજીયાલવરની સિઝન બગાડી…

સુરત (Surat ):ટામેટા ખરીદવા એ સામાન્ય વર્ગના લોકો માટે હવે એક સપના જેવું બની ગયું છે કારણ કે, ટામેટાની કિંમત ₹150 થી લઈને 200 રૂપિયા સુધી નોંધાઈ રહી છે ત્યારે ગુજરાતમાં ટામેટાના ભજીયાના પ્રેમીઓ પણ ઘણા છે.હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે ખાસ ચોમાસાની સિઝનમાં જ લોકો ભજીયાની લિજ્જત માણતા હોય છે.

ભજીયાની આ લિજ્જત માણવા સુરતી ઉપરાંત ગુજરાતના જુદા-જુદા ખૂણેથી લોકો ડુમ્મસના ટમેટાના ભજીયાની મોજ માણવા ખાસ ડુમ્મસ દરિયા બીચ પર આવે છે .જે રીતે છેલ્લા ઘણા સમયથી ટામેટાના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે, તેને લઈ ટામેટાના ભજીયા પણ ખૂબ જ મોંઘા થઈ ગયા છે ત્યારે વરસાદની સીઝનમાં ટમેટાના ભજીયા ખાઈને મજા માણવા આવતા લોકોને પણ ભજીયાના ભાવ સાંભળીને પરસેવો છૂટી રહ્યો છે.

ડુમ્મસમાં દરિયાકિનારે ટમેટાના ભજીયાનું વેચાણ કરનાર મનોહર લશ્કરીએ જણાવ્યું હતું કે, ફક્ત એટલું જ નહીં ટામેટા ભજીયાની અંદર વપરાતી ચટણીની પણ ખાસ વિશેષતા છે. તેમાં વપરાતા આદુ, લસણ, મરચાં પણ અત્યારે ખૂબ જ મોંઘા થઈ ગયા છે. જેને લઇને 300થી 400 રૂપિયા કિલો સામાન્ય સંજોગોમાં મળતા ટમેટાના ભજીયા આજે અમારે રુ. 500 કિલો વેચવા પડી રહ્યા છે.

 

ટામેટાએ ભજીયાલવર માટે ચોમાસાની સિઝન બગાડી…