હિંમતનગરમાં ચાલુ પંખા સાથે છત પડી નીચે,ભર ઊંઘમાં સુઈ રહેલા મા-દીકરીનું દબાઈ જતા કરુણ મોત.

હિંમતનગર(himatnagar):રાજ્યમાં મૃત્યુના સમાચાર ખુબ જ આવી રહ્યા છે,ત્યારે વધુ એક માં દીકરીના મોત ના સમાચાર હિંમતનગરમાં  સામે આવ્યા છે,ઘરની અંદર સુતેલા માં દીકરી પર ચાલુ પંખા સાથે છત પડતા ભાર ઊંઘમાં સુઈ રહેલા માં દીકરીને 108 માં ફોન કરીને હોસ્પિટલ લઇ જતા ત્યાના તબીબે બંને ને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા,  108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી. બંને મા દીકરીને પહેલા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

જોકે સ્થિતિ બગડતા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. બી-ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.