સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા નહોતી કરી, અઢી વર્ષ બાદ ચોંકાવનારો ખુલાસો

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના અઢી વર્ષ પછી તેના મૃત્યુ વિષે ચોંકાવનારો ખુલાસો થયો છે. દિવંગત અભિનેતાના પોસ્ટમોર્ટમ સ્ટાફમાં સામેલ એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે આત્મહત્યા નહોતી કરી, પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી. આ વ્યક્તિનું નામ રૂપકુમાર શાહ જણાવવામાં આવી રહ્યું છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે જે સમયે સુશાંતનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું હતું તે સમયે તે હોસ્પિટલના ઓટોપ્સી રૂમમાં હાજર હતો અને સમગ્ર પ્રક્રિયામાં સામેલ હતો. શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ટ્વિટમાં પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને ટેગ કર્યું છે.

પરંતુ ફોરેન્સિક નિષ્ણાતો રૂપકુમાર શાહના દાવા સામે વાંધો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જ્યારે એક જ કર્મચારીને આટલું બધું ખબર હોય તો ફોરેન્સિક એક્સપર્ટની શું જરૂર છે. અહેવાલો અનુસાર, રૂપકુમારે કહ્યું, “જ્યારે સુશાંત સિંહ રાજપૂતનું અવસાન થયું, ત્યારે પાંચ મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમાંથી એક વીઆઈપી ડેડ બોડી હતી. જ્યારે અમે પોસ્ટમોર્ટમ માટે ગયા ત્યારે અમને ખબર પડી કે તે સુશાંત સિંહ રાજપૂત હતો.

તેના શરીર પર અનેક નિશાન હતા અને ગરદન પર પણ બે-ત્રણ નિશાન હતા. પોસ્ટમોર્ટમમાં એ નોંધવું જોઈતું હતું પરંતુ ઉચ્ચ અધિકારીઓએ અમને ફક્ત શરીરની તસવીરો ક્લિક કરવાનું કહ્યું. જ્યારે મેં સુશાંતની લાશ જોઈ, ત્યારે મેં તરત જ મારા સિનિયર્સને કહ્યું કે તે આત્મહત્યા નથી, પરંતુ હત્યા છે. મેં તેમને એમ પણ કહ્યું કે આપણે નિયમોનું પાલન કરવું જોઈએ. જોકે, મારા સિનિયર્સે મને તરત જ તસવીરો ક્લિક કરવા અને આપવાનું કહ્યું. મૃતદેહ પોલીસને સોંપ્યો.

તેથી જ અમે રાત્રે જ પોસ્ટમોર્ટમ કર્યું હતું.” રૂપકુમાર શાહની વાતમાં કેટલું સત્ય છે? આ તો સમય જ કહેશે, પરંતુ જો આ સાચું છે તો સવાલ એ થાય છે કે સુશાંતની હત્યા કરનાર કોણ છે અને તેનું કારણ શું હોઈ શકે? કુપર હોસ્પિટલમાં સુશાંત સિંહ રાજપૂતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું ત્યારે રૂપકુમાર શાહ શબગૃહમાં કામ કરી રહ્યા હતા. તેણે સોમવારે (27 ડિસેમ્બર) સમાચાર એજન્સી ANIને નિવેદન આપ્યું હતું કે તે દિવસે 5-6 મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં આવ્યા હતા, તેમાંથી એક સુશાંત સિંહ રાજપૂતનો હતો. તેણે કહ્યું, જ્યારે મેં સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ જોયો ત્યારે તે આત્મહત્યાનો કેસ નહોતો. તેના શરીર પર ઘાના નિશાન હતા. મેં આ વિશે મારા સીનિયર્સનું ધ્યાન દોર્યું. પરંતુ તેણે કહ્યું કે તે આ અંગે પછી વાત કરશે.