રાજકોટ (Rajkot ):શહેરમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે.રાજકોટમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે ધો.12નો વિદ્યાર્થી ચક્કર ખાઇ બેભાન થઈ ઢળી પડ્યો હતો. જે બાદ તેને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કરી દીધો હતો.
મળતી જાણકારી મુજબ ,વિદ્યાર્થીનું નામ મુદિત અક્ષયભાઈ નળિયાપરા છે .મુદિત નળિયાપરાની ઉંમર 17 વર્ષ છે અને ધો. 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. મુદિતના પિતા અક્ષયભાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી તરીકે ફરજ બજાવે છે..મુદિતને માત્ર સામાન્ય શરદીની તકલીફ હતી.
પાંચ પિરિયડ પૂરા થયા બાદ રિસેસ હતી. ત્યારબાદ પરીક્ષા આપવા ક્લાસમાં બેઠો હતો ત્યારે અચાનક ચક્કર ખાઇની ઢળી પડ્યો હતો. સવારે અંગ્રેજીના પિરિયડમાં સારી રીતે વાંચ્યું હતું. તેની તબિયત ખરાબ હોય તેવું શિક્ષકોને જરા પણ લાગતું નહોતું.વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટરોએ ઇસીજી અને તમામ સારવાર કરી હતી. બાદમાં ડોક્ટરે કહ્યું કે, આમાં કોઈ ચાન્સ છે નહીં તેવો રિપોર્ટ આપ્યો હતો.