અમદાવાદમા ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલે કરી કોર્ટ સમક્ષ માંગણી : જેલમાં ભણવું છે, ઘરનું જમવાનું અને બીજુ પણ ઘણું બધું ..

અમદાવાદ (Amdavad ):અમદાવાદમાં 9 લોકોના ભોગ લેનાર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ હાલ  સાબરમતી જેલમાં બંધ છે. તેની સામે પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુના નોંધી ચાર્જશીટ રજુ કરી હતી. ત્યારે જેલમાં બંધ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલે હવે ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે.

કોર્ટમાં અરજી કરી હતી કે  જેલમાં જમવા માટે ટિફિન બહારથી આવે અને તેના ભણતર માટેની વ્યવસ્થા કરવામાં આવે. જ્યારે પરિવારજનોને વધારે મળવા માટેની મંજૂરી આપવા માટે અરજી કરી હતી. જોકે, કોર્ટે જેલના મેન્યુઅલ પ્રમાણે નિર્ણય કરવા માટેનો આદેશ કર્યો હતો.

આ અરજીમાં જેલમાં અભ્યાસ માટે વ્યવસ્થા કરવા તેમજ જેલનું ભોજન ભાવતું ન હોવાથી જેલના બદલે બહારનું ભોજન અથવા ઘરના ટિફિનની વ્યવસ્થા કરવા માગ કરી છે. તેમજ જેલમાં સગા સબંધીઓને મળવા માટે વધુ સમય આપવામાં આવે તેવી માગ કરતી અરજી કરી છે. આગામી દિવસોમાં કોર્ટમાં અરજી પર સુનાવણી હાથ ધરાશે.