અમદાવાદ (Amdavad ):અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોના મોત થયા હતા. જેમાં જેગુઆરચાલક તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલ ઘટનાસ્થળેથી પોતાના પુત્ર તથ્યને લોકોને ધમકાવીને લઈ ગયા હતા. જેથી પોલીસે પ્રજ્ઞેશ પટેલ સામે ધાકધમકીનો કેસ નોંધ્યો હતો. જો કે, પ્રજ્ઞેશ પટેલે ત્યારબાદ જામીન અરજી દાખલ કરતા તેની પર અમદાવાદ જિલ્લા કોર્ટમાં સુનાવણી હતી.
તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરી છે. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સરકારી વકીલે વાંધો ઉઠાવ્યો હતો. આ અંગે સરકારી વકીલે દલીલ કરી કે, જો પ્રજ્ઞેશ પટેલને જામીન મળશે તો સાક્ષીઓને હાની પહોંચવાની શક્યતા છે.
અમદાવાદ સાબરમતી RTO દ્વારા તથ્ય પટેલનું લાયસન્સ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. હવે તથ્ય પટેલ આજીવન ગાડી ચલાવી નહીં શકે. ટ્રાફિક પોલીસની ભલામણના આધારે RTO દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રજ્ઞેશ પટેલ પર અન્ય ગુનાઓ પણ હોવાથી જામીન ન આપવા અપીલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યો હતો. હાલમાં આરોપ તથ્ય પટેલ અને તેમના પિતા પ્રજ્ઞેશ પટેલને જેલ હવાલે કરવામાં આવ્યા છે.