અમદાવાદ(Amadavad):અમદાવાદમાં થનારા અકસ્માતે સૌ કોઈ લોકોના કાળજા કંપાવી દીધા છે,નિર્દોષ 9 લોકોને કચડનાર તથ્ય પટેલ હાલ જેલ માં છે,જે રાત્રે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કર્યો એના થોડા કલાકો પહેલાં જ તેણે એક સોંગ લોન્ચ કરવાની તૈયારીઓ આદરી હતી. આ સોંગ લોન્ચ કરવા માટે તેના મ્યુઝિકના ગુરુ પાસે પહોંચ્યો હતો.
આ હતા સોંગના શબ્દો
તેરે સિવા ના કોઈ ઉપાય, તેરે સે પ્યારા ના કોઈ હો પાયે,,તુજ હી સે શુરુ હો મેરા હરદિન,,જૈસે તૂ મેરે સુબહ કી ચાય.
કશ્યપ ત્રિવેદીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે,હું મ્યુઝિક-ટીચર છું અને અમદાવાદમાં મારા પરિવાર સાથે રહું છું અને મારા ઘરેથી જ મ્યુઝિક ક્લાસ ચલાવું છું.મારા પરિવારમાં પત્ની તથા બે બાળકો છે. મેં વર્ષ 2012માં આણંદમાં આવેલા વોટર પાર્કમાં એક ઇવેન્ટ કરી હતી, જેમાં હું ડીજે તરીકે હતો. આ ઇવેન્ટમાં પ્રજ્ઞેશ પટેલ પણ આવેલા હતા. એ વખતે મારે તેમની સાથે ઓળખાણ થઈ હતી. ત્યાર બાદ હું ઘણી બધી જગ્યાએ ડીજે તરીકે કામ કરવા માટે ગયો હોવાથી અને ત્યાં પ્રજ્ઞેશભાઈ આવ્યા હોવાથી અમારી વચ્ચે મિત્રતા વધી હતી.
આ સમયે તેમણે તેમના દીકરા તથ્યને મ્યુઝિક શીખવવા માટે કહ્યું હતું. હું ઘરેથી મ્યુઝિક ક્લાસ ચલાવતો હોવાથી મેં પ્રજ્ઞેશભાઈને તથ્યને મારા ઘરે ક્લાસમાં મોકલી આપવા માટે કહ્યું હતું, જેથી તથ્ય 2021-2022 દરમિયાન કોરોના પછી મ્યુઝિક શીખવા માટે મારા ઘરે આવતો હતો. મેં તથ્યને લગભગ 2 વર્ષ સુધી મ્યુઝિક શિખવાડ્યું હતું.
કશ્યપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તથ્યને મ્યુઝિક શીખવવા માટેની ફી 1 લાખ રૂપિયા હતી.તથ્યમાં સિંગર તરીકે ટેલન્ટ હતું. માત્ર એટલું જ નહીં, તે જાતે જ ગીતો પણ સારી રીતે લખતો અને જાતે જ યુટ્યૂબ પર અપલોડ કરતો હતો.
ચેનલ પર 19-07-2023ના રોજ રાત્રે 12 વાગ્યે એક ‘ચાય’ નામનું સોંગ લોન્ચ કરવાનું હોવાથી તે ગત 19 જુલાઈના રોજ સાંજે આશરે સાડાછ વાગ્યે મારા ઘરે આવ્યો હતો. એ વખતે તથ્ય તેની સફેદ રંગની 0093 નંબરની જેગુઆર કાર લઈને આવ્યો હતો.
મારે આ તથ્ય સાથે મ્યુઝિક શીખવવાનો સંબંધ છે. મારે તેની સાથે બીજો કોઈ સંબંધ નથી. મારે તેની સાથે મ્યુઝિક બાબતે જ ફોનમાં વાત થતી હતી. આ તથ્યને ગાડી સ્પીડમાં હંકારવાની ટેવ હોવાથી મેં પણ તેને એક-બે વખત ટોક્યો હતો.
તથ્ય પટેલને આ રેપ સોંગ ઉતારતી વખતે કદાચ ખ્યાલ નહીં હોય કે તેના આ શબ્દો એક દિવસ સાચા ઠરશે.