ઓડિશા ટ્રેન દુર્ઘટનાના ભયાનક દ્રશ્યો,280નાં મોત,900થી વધુ મુસાફરો ઘાયલ,વીડિઓ જોઇને ધ્રુજી જશો.

ઓડીસા(odisha):ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આજે એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે.ટ્રેન દુર્ઘટનામાં 280  લોકોના મોત થયા છે અને 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. હાલ ઘટનાસ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. મૃતકોની સંખ્યા હવે વધી શકે છે.

ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. અહીં બહનાગા રેલવે સ્ટેશન પાસે ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી.હાલ ઘટનાસ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. મૃતકોની સંખ્યા હવે વધી શકે છે. બીજી તરફ, ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.

એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને ઓડિશાના બેહંગાબજાર નજીકના ટ્રેક પર પડ્યા હતા.રેલવે મંત્રાલયે વળતરની જાહેરાત કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મૃતકોના નજીકના પરિજનોને રૂ. 10 લાખ, ગંભીર રીતે ઘાયલોને રૂ. 2 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી હતી.

પીએમ મોદીએ ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ માંથી આપવાની જાહેરાત કરી હતી.