સુરતમાં શનિવારના દિવસે જ ક્ષેત્રપાલ હનુમાન મંદિરના રાકેશનાથ મહારાજનું હાર્ટ એટેકથી નિધન,ભક્તો ખુબ જ શોકમાં ડૂબ્યા.

સુરત(surat):સંકટમોચનના સૌથી પૌરાણિક મંદિર સગરામપુરા વિસ્તારમાં 350 વર્ષો જૂનું હનુમાનજીનું ક્ષેત્રપાલ દાદાનું મંદિર આવેલું છે.મંદિરના 52 વર્ષીય મહંત રાકેશનાથ મહારાજનું મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. મહંતને છેલ્લા બે-ત્રણ દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ દરમિયાન છાતીમાં દુખાવા બાદ અચાનક મોત થતા ભક્તોમાં પણ શોકનો લાગણી ફેલાઈ ગઈ છે.

હનુમાનજી સાથે કાલ ભૈરવદાદા અને શ્રી બટુક ભૈરવનું સ્વયંભૂ પ્રાગટય થયું. આ સાથે ક્ષેત્રપાળ ભૈરવની સ્થાપના કરવામાં આવી. અહીંની ક્ષેત્રપાળ હનુમાન સાથે કાલભૈરવ અને શ્રી બટુક ભૈરવની સ્વયંભૂ પ્રતિમા સંપૂર્ણ સિંદુરમાં જોવા જોવા મળી છે. આ મંદિરના મહંત રાકેશનાથ મહારાજ હતા.

જેમને બે પુત્રો છે. પ્રતિક મહારાજ હાલ ક્ષેત્રપાલ મંદિરમાં જ મહંત છે જ્યારે નાનો પુત્ર અમેરિકામાં રહે છે. 52 વર્ષીય રાકેશનાથ મહારાજનું નિધન થતાં તેમના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજ રાખવામાં આવ્યો છે. નાનો પુત્ર અમેરિકાથી આવ્યા બાદ આગામી સોમવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.