પેપર લીકના આરોપીને રાતે જ ઉઠાવી ગઇ હતી એટીએસ, કુલ ચાર ગ્રુપ સક્રિય હોવાનો ઘટસ્ફોટ

પેપરલીકને કારણે રાજ્યભરમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. જોકે, સરકારે થોડા જ કલાકોમાં 15 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીના ડાયરેકટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની ATSએ ધરપકડ કરવામાં આવી છે. આ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં દેખાઇ રહ્યુ છે કે, એટીએસની ટીમે રાત્રે 2.14 કલાકે આ લોકોની અટકાયત કરી છે. આપને જણાવીએ કે, આ બંને ડિરેક્ટર મૂળ બિહારનાં વતની છે. ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફોડી લાખો યુવાનોના સપના રોળી નાખનાર આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. પોલીસે પેપરકાંડના મુખ્ય આરોપી પ્રદીપ નાયકને હૈદરાબાદથી ઝડપી પાડ્યો છે.

પ્રદીપ નાયકની સાથે અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદના કે.એલ. હાઇટેક નામના પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર પ્રિન્ટિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે પોલીસે પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા જીત નાયકની પણ ધરપકડ કરાઇ છે. મળતી માહિતી પ્રમાણે, આ પેપર હૈદરાબાદની પ્રિન્ટિગ પ્રેસથી લીક થયા હતા અને સૌ પ્રથમ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવ્યાં હતા. આ પેપર વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીની ઇન્સ્ટૂટ્યૂટમાંથી લીક થયું હોવાનું સામે આવતાં આ સંસ્થાના ડાયેરેક્ટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌઘરીની એટીએસએ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અન્ય આરોપી મોરારી પાસવાનને પણ પોલીસે બિહારથી દબોચી લીધો છે.

જીત નાયકે તેમના સગા પ્રદીપ નાયકને પેપરની કોપી આપી હતી. મોરારી પાસવાન પેપર ફોડનારા લોકો અને સોલ્વ કરાવનારા લોકો વચ્ચેની મુખ્ય કડી હોવાનું સામે આવ્યું છે. પ્રદીપ નાયકના વડોદરામાં કોઇ સંપર્ક નહોતા, પરંતુ તે મોરારી પાસવાન દ્વારા વડોદરાના ક્લાસીસ સંચાલક ભાસ્કર ચૌધરીના સંપર્કમાં આવ્યો. પરીક્ષા પહેલા પેપર ફોડવાના કામ કરવા માટે ગુજરાત બહારની ગેંગ સક્રિય થઈ હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં યુપી, ઓડિશા, બિહારની ગેંગ ગુજરાતમાં આવીને નેટવર્ક ચલાવી રહ્યા હોવાનું ખુલી રહ્યું છે. પેપર ફૂટવાના કેસમાં જે 15 આરોપીઓ પકડાયા છે તેમાંથી 10 ગુજરાત બહારના છે. જેમાં ઓડિશા, યુપી અને બિહારના લોકોનો સમાવેશ થાય છે.

જ્યારે આ સિવાય જે 5 લોકો પકડાયા છે તેઓ ગુજરાતના છે. પેપરલીકના આરોપીઓ સકંજામાં આવ્યા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. પેપર કાંડમાં કુલ ચાર ગ્રુપ સક્રિય હોવાનો ઘટસ્ફોટ થયો છે. કૌભાંડમાં ગુજરાતી આરોપીઓ કેતન બારોટ, અનિકેટ ભટ્ટ, ભાસ્કર ચૌધરી, રાજ બારોટ અને અન્ય એક આરોપીની સંડોવણી છે. આરોપી કેતન અને ભાસ્કરનું એક ગ્રુપ છે જે એજ્યુકેશન કન્સલ્ટન્સી સાથે જોડાયેલા છે. જ્યારે કે પ્રદીપ નાયકનું એક ગ્રુપ ઓડિશાવાળું છે. ત્રીજું ગ્રુપ જીત નાયકનું છે કે જે પ્રિન્ટિંગ પ્રેસ સાથે સંકળાયેલું છે… તો ચોથું ગ્રુપ બિહારના મોરારી પાસવાનનું છે કે જે ગ્રુપના 7 થી 8 લોકો ઝડપાયા છે.