વાવાજોડું પોરબંદરથી 880 કિમી દૂર ,માંડવી બીચ 12 જૂન સુધી સદંતર બંધ, દક્ષિણ ગુજરાતમાં 12 તારીખ સુધીમાં પહોંચે એવી શક્યતા છે. 

માંડવી(mandavi):અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું માંડવી બંદર તરફ ફંટાય એવી આગાહી વચ્ચે તંત્ર હરકતમાં આવ્યું છે .કરછ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાના મોટા સાતેય બંદર પર બહાર લોકોની અવર જવર બંધ કરાવી છે.

વાતાવરણ ને  ધ્યાનમાં રાખતા માંડવી  બીચને 9થી 12 તારીખ સુધી સદંતર બંધ કરાયો છે. દરિયાકિનારા પર ખાણીપીણી સહિતનો વેપાર કરતા લોકોને માલસામાન સાથે ત્યાંથી સ્થાનાંતર થવા તંત્રએ સૂચના આપી દીધી છે.

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે.  જિલ્લા અને તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે.

વલસાડના તિથલ બીચને બંધ કરીને ત્રણ કિલોમીટર સુધી કડક પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 880 કિલોમીટર દૂર છે .આ  ઉપરાંત ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે.સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લઈને અસર દેખાવા માંડી છે

દક્ષિણ ગુજરાતમાં 12 તારીખ સુધીમાં પહોંચે એવી શક્યતા છે. હાલ અમે એલર્ટ મોડ પર જ છીએ અને વહીવટીતંત્રને પણ એલર્ટ રાખ્યું છે. આ સાથે જ વહીવટી કચેરીઓના મુખ્ય અધિકારીઓને મુખ્ય મથક ન છોડવા સૂચના આપી દેવામાં આવી છે. દરિયાકાંઠાનાં 42 ગામ પર સતત નજર રાખી રહ્યા છીએ.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વાતાવરણમાં કેટલેક અંશે બદલાવ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ સાવધ રહેવા માટે સૂચન કરી દીધું છે. આ અંગે સુરતના ઈન્ચાર્જ કલેક્ટરે જણાવ્યું હતું કે વાવાઝોડું પોરબંદરથી 880 કિમી દૂર છે, જે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં 12 તારીખ સુધીમાં પહોંચે એવી શક્યતા છે.