રાજકોટ:નણંદ અને દિયરના લગ્નમાં ખુબ જ આનંદ થી મ્હાલી રહેલા ભાભીનું કરંટ લાગતા દર્દનાક મોત થયું.

રાજકોટ(Rajkot):ગુજરાતમાં ઘણી વાર સારા પ્રસંગ દુઃખમાં પરિવર્તન થઈ જતા હોય છે ત્યારે હાલમાં જ ગુજરાતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે આ ઘટના રાજકોટના ગોંડલના દાળિયા ગામે થઈ હતી.

મળેલ સમાચાર અનુસાર દાળિયા ગામે રહેતા ભાવનાબેન ના નણંદ અને દિયરના ખૂબ જ ધામધૂમથી લગ્ન લેવાયા હતા અને બધા જ પરિવારના લોકો અને સગા સંબંધીઓ ખૂબ ખુશ હતા એવા ખુશીના માહોલની વચ્ચે જ્યારે ભાવનાબેન સ્નાન કરવા માટે બાથરૂમમાં જતા પાણી ગરમ કરવાના હીટરથી કરંટ લાગતા તેમનું ત્યાં જ કરુણ મોત થયું હતું અને ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો.

અને ત્યારબાદ લગ્નના બગડે તેથી નણંદ અને દિયર ની લગ્ન વિધિ દિલ ઉપર પથ્થર મૂકીને ટૂંકમાં પતાવી દેવામાં આવી હતી. પરિણીતાના મોતના સમાચાર મળવાથી આખા પરિવારમાં દુઃખનો માહોલ સર્જાઈ ગયો હતો .