અમદાવાદમાં અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનોના મૃતદેહ ઘરે પહોંચતા સર્જાયા ધ્રુજાવતા દ્રશ્યો, પરિવારનું હૈયાફાટ રુદન.

અમદાવાદ(Amadavad):ઇસ્કોન બ્રિજ પર બુધવારની રાતે અકસ્માત જોવા ઊભા રહેલા લોકોને જેગુઆર કારે ફૂટબોલની જેમ 30 ફૂટ ઉલાળ્યા હતા. જેમાં 9 લોકોનાં મોત થયાં હતાં,જેમાંથી ત્રણ યુવાનો બોટાદના રહેવાસી હતા.

કારકિર્દી માટે ગયેલા યુવાનોના આજે મૃતદેહ ઘરે પહોંચતા હૃદય દ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા,આ તમામ પરિવારોની માંગ છે કે આરોપી તથ્ય પટેલને ફાંસીની સજા આપવામાં આવે.

જેમાં 23 વર્ષીય કૃણાલ નટવરભાઈ કોડિયા તેમજ રોનક રાજેશભાઈ વિહળપરા ઉંમર વર્ષ 21 તેમજ 23 વર્ષીય અક્ષર અનિલભાઈ ચાવડાનું મોત નીપજ્યું હતું.

ત્રણેય યુવાનો પોતાની કારકિર્દી માટે  અમદાવાદ ખાતે હતા, જેમાંઅક્ષર અનિલભાઈ ચાવડા કે જેઓએ બીડીએ પૂર્ણ કરેલ હોય બાદમાં એમબીએના અભ્યાસ અંતર્ગત ફોર્મ ભરવા માટે અમદાવાદ ખાતે ગયેલ હતા. જો તેમના પરિવારની વાત કરીએ તો પરિવારમાં માતા-પિતા તેમજ બહેનનો એકમાત્ર લાડકવાયો ભાઈ હતો જેમણે આ અકસ્માતમાં ગુમાવેલ છે.