ટામેટાંનો પ્રતિ કિલો ભાવ હજુ પણ આટલા રૂપિયા વધશે,ભાવ જાણીને ટામેટા ખાવાનું બંધ જ કરી દેશો.

ચોમાસાની શરૂઆતમાં જ ટામેટાંના ભાવમાં વધારો જોવા મળ્યો છે. બીજા રાજ્યોમાં  પડેલા ભારે વરસાદને કારણે ટામેટાંના ભાવ આસમાને પહોંચ્યા છે.

ટામેટાંનો ભાવ 70થી 80 રૂપિયા પ્રતિ કિલો ચાલતો હતો,જે વધીને પ્રતિ કિલો 100 થઇ ગયો હતો.એક જ અઠવાડિયામાં  હોલસેલ માર્કેટમાં કિલોએ 30-40 રૂપિયા વધી ગયા છે. એક સપ્તાહ પહેલાં ટામેટાંના ભાવ પ્રતિ કિલો 120 રૂપિયા હતા જે વધીને 160થી 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. આમ અઠવાડિયામાં 30-40 રૂપિયાનો ધરખમ વધારો થયો છે.

હોટેલ અને રેસ્ટોરન્ટમાં તેની અસર જોવા મળી છે. કેટલીક હોટેલ અને સ્ટોરાંએ સલાડમાં ટામેટાં આપવાના બંધ કરી દીધા છે. તો કેટલીક હોટેલ અને રેસ્ટોરન્ટ ટામેટાંની જગ્યાએ ટામેટાંની ફ્રોઝન ચટણીનો ઉપયોગ કરી રહી છે.