સુરતમાં ડમ્પર નીચે કચડાતા યુવકનું મોત, CCTV જોતા જ લાગશે કે આ અકસ્માત છે કે આપઘાત?

સુરત(surat):આજ કાલ અકસ્માતના બનાવ ખુબ જ બની રહ્યા છે,સુરત માં વધુ એક કિસ્સો અકસ્માતનો સામે આવ્યો છે,પરંતુ સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગી રહ્યું છે કે આ આત્મહત્યા છે,અકસ્માત નથી.સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં રસ્તા પરથી જઈ રહેલા ડમ્પરની નીચે અચાનક આવીને એક યુવકે આપઘાત કરી લીધો હતો.

સુરતના પાંડેસરા તિરુપતિ સર્કલથી અલથાણ તરફ જતા રોડ પર એક ડમ્પર પસાર થઈ રહ્યું હતું. ડમ્પર રોડની સાઈડથી યુ ટર્ન લઈને આવી રહ્યું હતું, તે દરમ્યાન રસ્તાની સાઈડ પર ચાલતા જઈ રહેલા યુવક અચાનક જ ડમ્પરના ટાયર નીચે કૂદી પડ્યો હતો. ત્યારે ડમ્પરનું ટાયર તેના શરીર પરથી ફરી વળતાં યુવકનું ઘટના સ્થળ મોત નિપજ્યું હતું.

ડમ્પર ચાલક કાંઈ વિચારે કે કરે એ પહેલા જ યુવકના શરીર પરથી ડમ્પર પસાર થઈ ગયું હતું. હાલ તો સમગ્ર મામલે પાંડેસર પોલીસે  અકસ્માતનો ગુનો નોંધી મૂર્તક યુવક કોણ છે અને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.