ગુજરાતના આ શહેરમાં ભરાશે ફેમસ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર,તમે પણ જવા ઈચ્છો છો?તો જાણો…

આજ કાલ બાગેશ્વર બાબા  ખુબ જ ચર્ચા માં છે, પોતાના નિવેદનના કારણે વિવાદમાં રહેતા બાગેશ્વર ધામના પ્રખ્યાત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હવે ગુજરાતમાં લાગશે. રાજકોટમાં બાબા બાગેશ્વરનો ભવ્ય દિવ્ય દરબાર ભરાનાર છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આ લોક દરબાર યોજાશે. આગામી 1 અને 2 જુનના રોજ બાબા બાગેશ્વરનો દરબાર રાજકોટમાં યોજાનાર છે. તેના માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ની ચર્ચા આ સમયે દેશભરમાં થઈ રહી છે. તેમની પ્રસિદ્ધિ ચારે દિશામાં ફેલાઈ રહી છે.

માત્ર 26 વર્ષની ઉંમરમાં કરોડો લોકોને ભક્ત અને પ્રભુના પ્રેમ અને ભક્તિમાં પાગલ બનાવી ચુકેલા બાગેશ્વર બાબાની સામે મોટા-મોટા વીઆઈપી અને નેતા-મંત્રી માથુ ઝુકાવી ઉભા રહે છે. આ કારણ છે કે તેમના જીવન વિશે જાણવામાં લોકોને ખુબ રસ છે. થોડા સમય પહેલાં તેમણે પોતાના જીવનની ઘણી મોટી અને રસપ્રદ વાતોનો ખુલાસો કર્યો છે.

મધ્ય પ્રદેશનાં છતરપુર જિલ્લાના ગઢા ગામમાં 1996માં જન્મેલા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મૂળ નામ ધીરેન્દ્ર ગર્ગ છે. તેમનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો, તેના પિતા ગામમાં પુરોહિતનું કામ કરતા હતા. ધીમે ધીમે ધીરેન્દ્ર કથા કરવા લાગ્યા અને તેમની કથામાં લોકોને રસ પડતો. 2009માં તેણે પાડોશના ગામમાં ભાગવત કથાનું આયોજન કર્યું અને તે જાણીતા થઈ ગયા.