ઉના (Una ):ઊનાના કાજરડી ગામે સરપંચના દિયર નાનુભાઇ ચારણીયાએ રામભાઇ બાંભણીયા, ભાવેશભાઇ બાંભણીયા અને બબીબેન બાંભણીયા સામે પોતાને માર માર્યાની ફરીયાદ નોંધાવી હતી. હકીકતમાં આ ફરીયાદમાં સામાપક્ષનાં રામભાઇએ નાનુભાઇ ચારણીયા, વશરામભાઇ ચારણીયા, રામશીભાઇ ચારણીયા , કૉમ્પાઉન્ડર અશોક ગીરી અને માનવદીપ સર્જીકલ હોસ્પિટલના ડો. વઘાસીયા સામે સામી ફરીયાદ નોંધાવી છે.
જેમાં એવો આરોપ મૂક્યો છે કે, નાનુભાઇએ પોતાની સામે ખોટી ફરીયાદ નોંધાવવા માટે ભાવેશની મદદથી અશોક ગીરી અને ડો,વઘાસીયાનો સંપર્ક કર્યો હતો. અને રૂ. 25,000 માં ઇજાનું ખોટું સર્ટીફિકેટ મેળવવા માટે તેના શરીરને ખોટું કરવાનું ઇન્જેક્શન આપી, તેનાથી શરીર સર્જીકલ બ્લેડથી નાનુભાઇના જમણા ખભા અને પેટમાં ઇજા દેખાય એવા કાપા પડાવ્યા.
અને તેના પર ડો.વઘાસીયાએ ચેક કરીને ટાંકા લીધા. અને ડો. વઘાસીયાએ એ રીતે પોલીસ મથકમાં ખોટા બનાવની નોંધ કરાવી. તેના આધારે નાનુભાઇએ રામભાઇ સહિતના સામે ખોટી ફરીયાદ નોંધાવી હતી. આ અંગેનો ગુનો નોંધાતાં ચકચાર ફેલાઇ જવા પામી છે.