રાજકોટ (Rajkot ): રાજકોટ શહેરમાં કોઈ ને કોઈ કારણોસર વિવાદ ચાલ્યા રહે છે એવામાં આજે પોલીસ વિવાદ સપડાઈ છે . મળતી જાણકારી મુજબ રાજકોટના સરધારમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનામાં આજી ડેમ પોલીસ દ્વારા શકમંદોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે જે 3 શકમંદની અટકાયત કર્યા બાદમાં તેમની સંડોવણી ન હોવાથી છોડી મૂક્યા હતા. આજે સવારે ઠાકરશીભાઈ સોલંકીનું મોત નીપજતાં પરિવારજનોએ પોલીસના મારથી મોતનો આક્ષેપ કર્યો હતો અને સિવિલ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો .
બીજી તરફ, મૃતકના જમાઇ મનોજ દેલવાણિયાએ જણાવ્યું હતું કે ગતના રોજ મને મારા સસરા અને સાળાને પોલીસે ચોરીના ગુનામાં પૂછપરછ અર્થે બોલાવ્યા હતા. 4 દિવસ સુધી અમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા અને અમને માર પણ મારવામાં આવ્યો હતો. મારા સસરાને મોઢામાં બંદૂક રાખી ગોળી મારી દઈશ કહી બિવડાવતા હતા. પોલીસની આવી ધમકીથી મારા સસરા ખૂબ ડરી ગયા હતા. હોસ્પિટલમાં સારવાર અર્થે પણ ગયા ન હતા. આજે સવારે અચાનક તેમનું મોત નીપજ્યું છે.
પોલીસે બેફામ માર માર્યો એટલે જ મોત નીપજ્યું છે. અમને ન્યાય જોઈએ છે, મારા સસરાને માર મારનાર પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ.માટે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જો મારથી મોતનું સામે આવશે તો આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.