દેશમાં જલ્દી જ આવી શકે છે ચોથી લહેર, ચીનના સ્મશાનમાં રોજ 5 ગણી વધતી જાય છે મૃતકોની સંખ્યા

ચીનમાં કોરોનાથી વણસી ગયેલી સ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે. સ્થિતિ એવી છે કે હોસ્પિટલમાં ન તો બેડ બચ્યા છે કે ન તો લોકોને મેડિકલ સ્ટોરમાંથી દવાઓ મળી રહી છે. મૃત્યુઆંક એટલી ઝડપથી વધી રહ્યો છે કે સ્મશાન મૃતદેહોના ઢગલા થઈ રહ્યા છે. લોકોને અંતિમ સંસ્કાર માટે 20 દિવસ જેટલું લાંબુ વેઇટિંગ મળી રહ્યો છે. ચીનની માનવાધિકાર કાર્યકર્તા જેનિફર ઝેંગે ત્યાંથી કેટલાક ડરામણા વીડિયો શેર કર્યા છે, જેમાં જોઈ શકાય છે કે ચીનમાં સ્થિતિ કેટલી ખરાબ છે.

ચીનમાં કોરોનાના કેસ વધારે વધવાની સાથે સાથે ભારત, પાકિસ્તાન અને અમેરિકા જેવા દેશોમાં પણ ઝડપથી ચેપ ફેલાવાનો ખતરો વર્તાય રહ્યો છે. ઓડિશાના આરોગ્ય વિભાગના વિશેષ સચિવ અજીત કુમાર મોહંતીનું કહેવું છે કે ભારતમાં કોરોનાની ચોથી લહેર જલ્દી જ આવી શકે છે. ચીનના શાંઘાઈની 70% વસતિ કોરોનામાં સંકળાયેલી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, શાંઘાઈના એક સ્મશાનગૃહમાં દરરોજ 5 ગણી વધુ લાશો વધી રહી છે. જેના લીધે પરિવારજનોને શોક મનાવવા માટે માત્ર 5 થી 10 મિનિટનો જ સમય મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં ઓમિક્રોન સબ વેરિયન્ટ BF.7 ના 4 નવા કેસ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ઓમિક્રોન સબ-વેરિયન્ટ BF.7 ના ચાર નવા કેસ મળી આવ્યા છે. આ લોકો તાજેતરમાં જ અમેરિકાથી પરત ફર્યા હતા.

ચારમાંથી ત્રણ લોકો એક જ પરિવારના છે અને નાદિયા જિલ્લાના વતની છે, જ્યારે એક વ્યક્તિ બિહારનો છે પરંતુ હાલમાં કોલકાતામાં રહે છે. તેમના સંપર્કમાં આવેલા 33 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. હાલ ચારેય દર્દીઓની હાલત સ્થિર છે. ચીન પર લગાવેલા પ્રતિબંધો યોગ્ય છે વિશ્વના ઘણા દેશોએ ચીનથી આવતા પ્રવાસીઓ પર નિયંત્રણો લાદ્યા છે. તેમાં મલેશિયા, કતાર, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, મોરોક્કો, ફ્રાન્સ, યુકે, સ્પેન, યુએસએ, જાપાન, ઇઝરાયેલ, ભારત, ઇટાલી અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે. તેના પર ચીન સરકારે આરોપ લગાવ્યો છે કે આ દેશો તેના મુસાફરોને નિશાન બનાવી રહ્યા છે. તેના જવાબમાં અમેરિકાએ કહ્યું કે ચીનથી આવનારા લોકો પર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચાર્યા બાદ જ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

રોગચાળાના નિષ્ણાતોનું કહેવું છે કે ચીનના લોકોમાં ઝીરો કોવિડ પોલિસીના કારણે વાયરસ સામે કુદરતી રોગપ્રતિકારક શક્તિ બિલકુલ વિકસિત થઈ શકી નથી. આ ઉપરાંત ત્યાં વૃદ્ધોનું રસીકરણ પણ યોગ્ય રીતે થયું ન હતું. બાદમાં વિરોધને કારણે લોકડાઉન હટાવવામાં આવ્યું ત્યારે અચાનક લોકો વાયરસની ઝપેટમાં આવવા લાગ્યા, જેના કારણે મેડિકલ સિસ્ટમ સંપૂર્ણપણે પડી ભાંગી ગઈ છે.