અમરનાથમાં મૃત્યુ પામેલા યુવકની અંતિમવિધિ કરાઈ, પતિના મૃતદેહ પાસે પત્નીનું હૈયાફાટ રુદન,સાત વર્ષના દીકરા દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી .

વડોદરા (Vadodra ); અમરનાથ યાત્રામાં આ બીજા ગુજરાતીનું મૃત્યુ થયું છે .વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ પીતાંબર પોળમાં રહેતો 32 વર્ષીય યુવાન ગણેશ કદમ અમરનાથ યાત્રાએ ગયો હતો. અમરનાથ પહોંચીને દર્શન કરે એ પહેલાં જ તેનું પહેલગામ હોસ્પિટલમાં 3 હાર્ટ-એટેક આવતાં મોત થયું છે, જેને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

હાર્ટ-એટેકથી મૃત્યુ પામેલા વડોદરાનો યુવાન ગણેશ કદમના મૃતદેહને શ્રીનગરથી કાર્ગો મારફત અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જ્યાંથી એમ્બ્યુલન્સમાં મૃતદેહને વડોદરા લાવવામાં આવ્યો હતો. યુવાનનો મૃતદેહ ઘરે પહોંચતા જ પરિવારજનોએ આક્રંદ કર્યું હતું.ફળિયામાં જુવાનજોધ યુવાનનું મોત થતાં દરેક લોકોની આંખમાં આંસુ હતાં. મૃતક ગણેશ કદમનો મૃતદેહ ઘરે આવતા જ પત્નીના હૈયાફાટ રુદન સાથે આખો કદમ પરિવાર શોકમગ્ન બની ગયો હતો.

અમરનાથની યાત્રામાં મૃત્યુ પામેલા 32 વર્ષે યુવાનને પરિવારમાં ટ્વિન્સ પુત્ર અને પુત્રી છે. બંને પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે.અકાળે અવસાન થતાં આખું ગામ શોકમગ્ન બની ગયું હતું.