પતિને હતી ખુબ જ દારૂની આદત, પત્નીએ રાખી મોગલ માં ની માનતા, ત્યારે માતાની કૃપાથી પતિ દારુ સામું જોતો પણ બંધ થઈ ગયો…

માં મોગલના પરચા ખુબ જ અપરંપાર છે,માં મોગલ બધા જ ભક્તોની મનોકામના પૂરી કરે છે,કચ્છના કબરાવ ધામમાં સાક્ષાત માં  મોગલ બિરાજે છે,ત્યાં મણીધરબાપુ સેવા કરે છે,હાલમાં જ માં  મોગલે પરચો એક જયદીપ ભાઈને આપ્યો છે.

મળતી માહિતી પ્રમાણે,અમદાવાદના જયદીપભાઇ નામના વ્યક્તિ પોતાની માનતા પૂરી થતા ૫૧૦૦૦ રૂપિયા લઈ માં મોગલના દરબારમાં મોગલ માં ના ચરણોમાં આવી પહોચ્યા હતા. આ દરમિયાન મણિધર બાપુએ પૂછ્યું હતું કે, બેટા શેની માનતા હતી,ત્યારે યુવકે જણાવ્યું હતું કે, હું પહેલા ખૂબ જ દારૂ પીતો હતો અને પરિવારજનો તેનાથી ખૂબ જ હેરાન હતા મારી પત્નીએ માનતા રાખી હતી કે જો મારો દારૂ બંધ થઈ જાય તો મા મોગલના સાનિધ્યમાં ૫૧૦૦૦ રૂપિયા ચડાવશે.

મણીધર બાપુએ રૂપિયા પાછા આપતા જણાવ્યું હતું કે તમે આ રૂપિયા તમારા ઘરમાં કોઈ દીકરી કે ભાણેજ હોય અને આપી દેજો,તમે એમ ન સમજતા કે આ કોઈ માતાજીનો ચમત્કાર છે,પરંતુ એ તો તમારી મોગલ માં પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા છે.

માં મોગલ ના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે. માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા છે.