રાજકોટ(Rajkot):રાજ્યભરમાં મોતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલમાં એક રાજકોટમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે,જેમાં ભાઈની નજર સામે જ બહેનનું મોત થયું હતું., બપોરના સમયે પડધરી બાયપાસ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કારના ચાલકે આગળ જતી એક્ટિવાને અડફેટે લેતાં તેમાં સવાર ભાઈ-બહેન રોડ પર ફંગોળાયા હતાં. જેમાં યુવતીને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ,જોડિયાના કેસીયા ગામે રહેતાં વર્ષના જેમીનાબેન હસમુખભાઈ ગોધાણીને ત્રણ બહેન અને એક ભાઈ છે. તે રાજકોટમાં એમસીએનો અભ્યાસ કરી અમદાવાદ ઇન્ટરશીપ કરતી હતી. સાતમ-આઠમના તહેવાર પર રજા હોવાથી તે કેસીયા ગામે આવી હતી.
તહેવાર પૂર્ણ થતાં તેનો ભાઈ રાજ પણ રાજકોટમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હોવાથી બંને ભાઈ-બહેનને રજા પૂરી થતાં ગઈકાલે બપોરે બંને ઘરેથી એક્ટિવમાં સવાર થઈ રાજકોટ આવવા નીકળ્યાં હતાં., બાયપાસ પાસે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી ઇકો કારના ચાલકે એક્ટિવાને ઠોકરે ચડાવતાં બંને ભાઈ-બહેન રોડ પર પડી ગયા હતાં અને જેમીનાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટના સ્થળે પોલીસનો કાફલો આવી પહોચ્યો હતો,અને ઇકો ચાલક સામે કાર્વાહી હાથ ધરી હતી,જેમીનાબેનના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.અને તેમના ભાઈને તાત્કલિક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
જેમીનાના પિતા ખેતીકામ કરીને દીકરીને ભણાવતા હતા,દીકરીને ભણી ગણીને પિતાને આર્થિક રીતે સહાયરૂપ થવાનું સપનું હતું.,આશાસ્પદ પુત્રીનું મોત નિપજતાં પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે બનાવ બાદ પરિવારે તત્કાલ નિર્ણય કરી જેમીનનું ચક્ષુદાન કરી અન્યના જીવનમાં રોશની ફેલાવી તેને કાયમ માટે જીવંત રાખવા નિર્ણય કર્યો છે.