જે રત્નકલાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં જઈને પ્રશ્ન પૂછવાનો પડકાર ફેક્યો હતો તે પાણીમાં બેસી ગયો,આખરે કેમ?

સુરત(surat):આજ કાલ  બાગેશ્વર બાબા ખુબ જ ચર્ચામાં છે,ઘણા લોકો એના  સમર્થન માં છે,તો ઘણા લોકો એનો વિરોધ કરી રહ્યા છે.ધીરેન્દ્ર શાસ્ત્રી, સુરત ખાતે 26 અને 27 તારીખે આવી રહ્યા છે, જેને લઈને અંધશ્રદ્ધા નિવારણ શાખા તેમજ અન્ય જાગૃત નાગરિકો દ્વારા અનેક પડકારો ફેંકવામાં આવી રહ્યા છે.

તે પૈકીના એક સુરતના ડાયમંડ વેપારીએ પોતાના પડીકામાં કેટલા ડાયમંડ છે? તેની સાચી વિગત ધીરેન શાસ્ત્રી આપે તો તેમને તમામ હીરા આપી દેવાનો પડકાર ફેક્યો હતો.

રત્નકલાકાર જનક બાબરીયાએ કહ્યું હતું કે, સુરતના લિંબાયત વિસ્તારમાં યોજાનાર દિવ્ય દરબારમાં ઉપસ્થિત રહેનાર ધીરેન્દ્ર શાસ્ત્રી અંધવિશ્વાસ ફેલાવી રહ્યા છે. ધર્મના નામે ઢોંગ કરી રહ્યા છે.

આ બાબતની તેમણે સોશિયલ મીડિયા પર પણ જાહેરાત કરી હતી. ફક્ત એટલું જ નહીં પરંતુ, કરોડો રૂપિયાના હીરા પણ આપવાની વાત કરતા તેઓ દેશભરમાં ચર્ચામાં આવી ગયા હતા. એકાએક તેમણે આ વાતને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

સોશિયલ મીડિયામાં એક પત્ર વાઈરલ કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે અંધવિશ્વાસની સામે અનેક પડકારો ફેંક્યા હતા પરંતુ, સતત લોકોના અમારા ઉપર ફોન આવતા હોવાને કારણે તેમજ મીડિયાના વ્યક્તિઓ પણ મારો સંપર્ક કરીને સમય માંગતા હોવાને કારણે હું માનસિક રીતે પરેશાન થઈ રહ્યો છું, તેથી આ વિવાદ ને અહીંયા જ સમાપ્ત કરવા માંગુ છું.