ભાવનગરના મહુવાના દંપતીની ચારધામની યાત્રા અંતિમ યાત્રા બની,બસ ખાઈમાં પડી જતા દંપતીનું કરુણ મોત નિપજ્યું

ભાવનગર(bhavanagar):દિવસે ને દિવસે અકસ્માતના બનાવ માં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ ભાવનગરથી યાત્રા કરવા માટે નીક્ળેલી બસ ખાઈમાં પડી જવાથી ખુબ જ ભયંકર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર યાત્રિકોની બસ ખીણમાં ખાબકતા સાત યાત્રિકોના મોત નિપજ્યા છે.

28 યાત્રિકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા યાત્રિકોમાં ભાવનગરથી ગયેલા યાત્રિકો હોવાની સંભાવના છે, ભાવનગરથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં 31 લોકો ચારધામની યાત્રાએ નીકળ્યા હતા જે બસને અકસ્માત નડ્યો છે.

35 યાત્રિકો બસમાં સવાર હતા. જેમાંથી મહુવાના કુલ 4 યાત્રિકો હતા. જેમાં 2 લોકોની તબિયત ઠીક  છે, જ્યારે અન્ય દંપતીનું  દુખદ મૃત્યુ થયું છે, ગણપતભાઈ પ્રતાપરાય મહેતા (ઉ.વ.61) અને દક્ષાબેન ગણપતભાઈ મહેતા (ઉ.વ 57)નું મોત નિપજ્યુ છે.

મહુવાના ચાર યાત્રીકોમાંથી બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને બે વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચતા સારવાર અર્થે ત્યાંની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.,મહુવા શહેરમાં વર્ષો જૂના પ્રખ્યાત બોમ્બે ગેસ્ટ હાઉસના માલીક પ્રતાપ મહેતાના દીકરો અને દીકરાની વહુનું દુઃખદ ઘટનામાં મોત નિપજતા મહેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.