ભાવનગરમાં ચાર ધામની યાત્રા માટે ગયેલી બસ ખાઈમાં પડતાં જ મીનાબેન 150 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયા,દીકરાના વરઘોડાની જગ્યાએ માતાની અંતિમયાત્રા ઉઠશે.

ભાવનગર(BHAVANAGAR):આજકાલ અકસ્માતના બનાવ ખુબ જ બની રહ્યા છે,હાલ વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે,ભાવનગર થી ચાર ધામની જાત્રાએ ગયેલી બસને અકસ્માત નડ્યો હતો,બસ ઊંડી ખાઈમાં પડી જતા 7 લોકોના મોત થયા હતા.

જેમાં ભાવનગર શહેરના દેવરાજ નગર વિસ્તારમાં આવેલા અભિનવ પાર્કમાં રહેતા કમલેશભાઈ ઉપાધ્યાય અને તેમના પત્ની મીનાબેન ઉપાધ્યાય પણ આ યાત્રા માટે ગયા હતા. જેમાં પત્નીનું મોત થયુ છે જ્યારે પતિ ઈજાગ્રસ્ત છે, ફોન આવતા જ મીના બેનના બન્ને દીકરાઓ ઉતરાખંડ જવા રવાના થઈ ગયા હતા.

તેઓના આસપાસમા રહેતા પાડોશીઓ સાથે સમાચારની ટીમે  વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેઓએ ભીની આંખે સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું હતું.,અકસ્માતમાં આ મીનાબહેન બારી પાસે બેઠા હતા જેથી તેઓ પહેલા જ ઉછળીને પડી ગયા હતા.,જે બાદ અમને જાણ થઈ કે આ બહેનનું મોત થયું છે. અમારી સોસાયટીમાં તેઓની ખુબ સારી છાપ હતી. અમને તેઓના સંતાનોની બહુ ચિંતા થાય છે કે હવે તેઓનું શું થશે? દંપતિ તેમજ 2 છોકરા મળીને પરિવારમાં 4 સભ્યો છે.

જેમાં એક દીકરાના તો હમણા ડીસેમ્બર મહિનામાં લગ્ન છે, હજુ એક મહિના પહેલા જ આ છોકરાની સગાઈ થઈ હતી,તેઓ તેના દીકરાના લગ્ન પણ જોઈ ન શક્યા.