પરિણીતાએ ગળાંફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું, હજુ તો લગ્ન ને 2 વર્ષ પણ નહોતા થયા ! મરતા પહેલા ભાઈને મેસેજ કર્યો કે…

રાજકોટ:હાલ ગુજરાતમાં આત્મહત્યાની ઘટના ખૂબ વધી રહી છે અને દિવસેને દિવસે આત્મા હત્યાના કેસ વધી રહ્યા છે. ત્યારે હાલ એક એવી જ ઘટના સામે આવી છે. જે રાજકોટ જિલ્લાના ધોરાજી ગામમાં રહેતી પરંતુ પરણીતા ફાંસી ખાઈને પોતાનો જીવનનો અંત લાવી દીધો છે.ગળાફાસો ખાધો એ પેલા પરણીતાએ તેમના ભાઈને મેસેજ કરીને તેના મોબાઈલ નો પાસવર્ડ મોકલી આપ્યો હતો. જેમાં આપઘાત નો પૂરો વિડીયો અને તેના કારણો અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ ઘટના ખંભાળિયાના મોવાણ ગામના વતની અપીલભાઈ ભીખાભાઈ જોગલ દ્વારા ધોરાજી પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધવામાં આવેલી અને આરોપી તરીકે ધોરાજીમાં જમનાવટમાં રહેતા તેના બનેવી અનિલ પરબતભાઇ ગોજીયા, બહેનના સસરા પરબત ગોજીયા, સાસુ રાધાબેન, નણંદ નીકીતાબેન પ્રવિણભાઇ ડાંગર, નણંદોયા પ્રવિણ ડાંગરના નામ આપ્યા છે.

જ્યારે વીજુ ઉર્ફે વૈશાલી ના લગ્ન મૂળ જામખંભાળિયાના કોઠા વિસોત્રી ગામના વતની અને હાલ તે ધોરાજી ગામના જમનાવડ રોડ પર રહેતા, પરબતભાઈ ગોજીયાના પુત્ર અનિલ ગોજીયા સાથે 28/11/2021 ના રોજ થયા હતા. લગ્નના ચાર પાંચ મહિના સુધી ઘરમાં સારી રીતે ચાલી રહ્યું હતું ત્યાર પછી ફરિયાદી વીજુ પ્રસંગે આટો મારવા મારવા આવ્યા હતા , ત્યારે ઘરે આવીને તેને વાત કરી કે સાસુ રાધા બેન અને સસરા પરબભાઈ બંને મને અવારનવાર રસોઈ માટે કંઈક ને કંઈક બોલતા રહેતા હોય છે કે,આટલી રોટલી કેમ બધી? શાક-રોટલી બરાબર બનાવતા આવડતું નથી આવું બધું કહીને મને  ખુબ જ સંભળાવે છે.મારે કઈ વસ્તુ ખરીદી હોય તો અવારનવાર મને ખરીદવા  દેતા નથી અને મારી સાથે ઝઘડો કરે છે.

દીકરીને સાસરિયામાં તો આવું  ચાલ્યા કરે સહન કરી લેવું, અને દુઃખ આવે તો ફોન કરજે અમને આવીશું એમ તેના માતા પિતા એ શિખામણ આપી હતી.  અને પછી 12 ફેબ્રુઆરીના રોજ વીજુએ પોતાને ભાઈ ને મેસેજ કર્યો કે ભાઈ મારા ફોનનો પાસવર્ડ 5054 છે. ભાઈને શંકા જતા તેને જલ્દી ફોન કર્યો પણ બેન ને ફોન ના ઉપાડતા ભાઈને લાગ્યું કે કંઈક બનાવ બન્યો હશે એવી શંકા ગઈ હતી.

ત્યારબાદ બનેવી ને ફોન કર્યો જેથી તેને કહ્યું કે હું નીચે છું સૂતો છું અને વૈશાલી ઉપર રૂમમાં સૂતી છે. થોડીવાર પછી તેને ફરીથી કોલ કર્યો વૈશાલી દરવાજો ખોલતી નથી. ત્યાં તો તેને ગળેફાંસો ખાઈ લીધી હતી અને પોતાનું જીવન ટૂંકાવી નાખ્યો હતો. આ ફરિયાદમાં વધારે જણાવ્યું હતું કે તેમની બેનને મોબાઈલ નો પાસવર્ડ ચેન્જ કર્યો હોય  તેથી તેનો નંબર તેને મોકલ્યો હતો. પરણીતાના ભાઈની ફરિયાદ પરથી પોલીસ જરૂરી કાર્યવાહી કરી હતી.