જુનાગઢ (junagdh ): ગમે તે શહેરની સિવિલ હોસ્પિટલ હોય બેદરકારી સામે આવતી જ હોય છે એવામાં કેશોદની સીવીલની બેદરકારી નો કેસ સામે આવ્યો હતો . જેમાં મળતી જાણકારી મુજબ શ્રદ્ધાબેને ડિલેવરી માટે કેશોદની સિવીલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. અને પહેલા નોર્મલ ડિલેવરીનું કહેવાયું હતું. જો કે, બાદમાં અમારી જાણ બહાર સીઝેરીયન કર્યું હતું. શ્રદ્ધાબેન દગડ ગામે સાસરે હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે વધુમાં જણાવ્યું હતું કે, અમે જ્યારે સોમવારે બતાવવા આવ્યા ત્યારે કંઈ જ કહ્યું ન હતું. અને સોનોગ્રાફીની સુવિધા ન હોવાનું કહ્યું હતુ.
જ્યારે બાળકનો જન્મ થયો અને અમને આપ્યું ત્યારે કહ્યું કે, બાળકને ધબકારા ઓછા છે. જેથી ખાનગી હોસ્પિટલમાં બતાવી આવો. અમે ખાનગી દવાખાને જતા તબીબે પણ કહ્યું કે, બાળકને ધબકારા પહેલેથી જ નથી.બાદમાં અમે કહ્યું કે, બાળક ગુમાવ્યું.
હવે મારા બેનને કેમ છે તેમ પૂછ્યું તો જવાબ મળ્યો કે, સારવાર ચાલુ છે. એમ કહી બે કલાક કાઢી બાદમાં કહ્યું કે, હવે તમારે જૂનાગઢ જવું પડશે. જ્યાંથી અમે એમ્બ્યુલન્સમાં જૂનાગઢ પહોંચ્યા. જો કે, ત્યા શ્રદ્ધાબેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.