ગોંડલ(Gondal):હાલ રાજ્યમાં ખુબ જ મોતના સમાચાર સામે આવી રહ્યા છે,ખાસ કરીને નાના બાળકોના મોતના સમાચાર આવી રહ્યા છે,ગોંડલમાં બગીચામાં આઘાતજનક અકસ્માત બન્યો હતો. જેમાં પાંચ વર્ષનો બાળક હિંચકા ખાવા હિંચકામાં બેસવા ગયો હતો આ વેળાએ એકાએક હિંચકામાંથી પડી જતા બાળકને ગંભીર ઇજા થઇ હતી.
આ દરમિયાન બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા બાળકની લોહીલુહાણ હાલત થઈ હતી,જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ગોંડલમાં આવેલ એસઆરપી કેમ્પ નજીક રહેતા વિપુલભાઈ પરમારનો પાંચ વર્ષનો દીકરો જયવીર ઘર નજીકના બગીચામાં રમતો હતો. જ્યાં હિંચકા ખાવા માટે હિંચકામાં બેસવા જતા પડી ગયો હતો. જેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.જાણ થતા જ પરિવાજનોને બોલાવ્યા હતા. જ્યાં પરિવારજનો દ્વારા બાળકને ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ત્યાં વધુ સારવારની જરૂર જણાતા બાળકને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ સમાચારથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.