સુરતમાં પિતાના મિત્રએ જ 16 વર્ષના સગીર પર આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય,મોબાઈલમાં વીડિયો પણ બનાવ્યો.

સુરત(surat):આજ કાલ સુરતમાં ખુબ જ અઘટિત ઘટના ઘટી રહી છે,હાલ સુરતમાં વધારે એક ઘટના સામે આવી છે,સુરતના વેડરોડના પંડોળમાં 16 વર્ષના એક સગીરને નોકરી અપાવવાના બહાને લઇ જઇને રત્નકલાકાર તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી અને ગંદી હરકત કરી હતી.

પંડોળ વિસ્તારમાં રહેતા 38  વર્ષના  રત્નકલાકારના ત્રણ બાળકોમાં સૌથી મોટો 16 વર્ષીય પુત્ર પ્રતીકે ધો.10 સુધી અભ્યાસ કર્યો છે. દશ દિવસ અગાઉ પ્રતીકે અહીંયા સુરત નથી રહેવું, ફોઈના ઘરે જવું છે કહીને સુરતથી એકલો ફોઈના ઘરે પાટણ પહોંચ્યો હતો. પાંચ દિવસ બાદ રત્નકલાકારને તેની બહેને ફોન કરી જાણ કરી હતી કે, પ્રતીક  ખુબ જ ટેંશનમાં છે અને તેણે રૂમ અંદરથી બંધ કરી દીધો છે અને ખોલતો પણ નથી.

પિતાએ તેને સમજાવીને રૂમમાંથી બહાર કર્યો હતો અને ત્યારબાદ આવું શા માટે કર્યું કારણ પૂછતા 16 વર્ષે સત્ય હકીકત પિતાને જણાવી હતી. હકીકતે જાણીને પિતા પણ ખૂબ જ ચોકી ગયા હતા,પિતાને હકીકત જણાવતા કહ્યું હતું કે,તેનો જ એક મિત્ર રાહુલ ધીરજભાઈ સોલંકી એ તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ SMC આવાસમાં વસવાટ કરતા રાહુલે 8 મહિના પહેલા પણ મંદિરનું કામ છે તેમ કહીને યુવકને એક ખાલી મકાનમાં લઈ રહ્યો હતો અને ત્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્ય હતું.

પોલીસે રાહુલની ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન ચેક કરતા તેમાં ઘણા લોકો સાથે તેના બિભત્સ ચેટિંગ અને આપત્તીજનક વીડિયો મળ્યા હતા.,પોલીસે આગળની તપાસ કરી તજવીજ હાથ ધરી છે.