બાગેશ્વર બાબા 12:30 સુધી જાગતા નથી એ જાણીને સુરત વાસીઓને લાગી ખુબ જ નવાઈ.

સુરત(surat):બાગેશ્વર બાબા આજ કાલ ખુબ જ ચર્ચા માં છે,બાગેશ્વર બાબા 2 દિવસ સુરતમાં આવેલા હતા,ત્યારે તેનો દિવ્ય દરબાર કરવામાં આવ્યો હતો.સુરતમાં જુદા જુદા કાર્યક્રમમાં હાજરી આપશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

વેસુ ખાતે આવેલ ખાટું શ્યામ ના મંદિરે ધીરેન્દ્ર શાસ્ત્રી આવવાની જાહેરાત કરી હતી. સવારે 11 વાગ્યે મંદિરે દર્શન કરી પોતાના ભક્તોને દર્શન આપશે તેવી જાહેરાત કરતા આયોજન કરાયું હતું. પરંતુ ચાર કલાક સુધી ભક્તોને રાહ જોવડાવ્યા બાદ બાબાએ મેસેજ આપ્યો કે તેઓ અહીં હાજરી આપશે નહીં. જેને લઇ ચાર કલાક સુધી બાબાએ તેમના ભક્તોને રજડાવ્યા હતા અને પ્રતીક્ષા કરાવતા ભક્તોમાં નારાજગી વ્યાપી હતી.

ગત માટે સવારે 9:00 વાગ્યાથી તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી જ્યારે દર્શન કરવા આવેલા લોકો તેમનો જન્મ લોકોને જાણ થઈ કે ધીરેન્દ્ર શાસ્ત્રી ખાતુશા મંદિર ખાતે 11:00 વાગે આવવાના છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ખાટોશ્યામ મંદિરના ગેટ ઉપર ઉભા રહી ગયા હતા.

11:00 વાગ્યાનો સમય આપ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી ત્રણ વાગ્યા સુધી દેખાયા ન હતા જેના કારણે ભક્તો ભારે નિરાશ થયા હતા.માહિતી મળી કે ધીરેન્દ્ર શાસ્ત્રી 12:30 વાગ્યે ઉઠ્યા હતા. તેઓ પોતે આરામમાં હોવાનું જાણવા મળ્યું હતું.

આશ્ચર્યની વાત એ છે કે 12:30 વાગ્યા સુધી તેઓ નિંદ્રા આમાં હતા. અને અહીં ભક્તો વહેલી સવારથી તેમના સ્વાગતની ભરપૂર તૈયારી કરી લીધી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રી આટલા લેટ સુધી સૂઈ રહે છે એ બાબતની ચર્ચા થતા ભક્તોમાં પણ આશ્ચર્ય ફેલાઈ ગયું હતું.