સુરતમાં દિવ્ય દરબારના આયોજકોએ પાણીમાં ભેદભાવ રાખ્યો,VVIP માટે પાણીની બોટલ લઈ જતા લૂંટફાટ મચી.

સુરત(surat):બાગેશ્વરધામના  ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે દિવ્ય દરબાર  માટે આવ્યા છે.તેઓ અલગ અલગ શહેરમાં દિવ્ય દરબાર નું આયોજન કરી રહ્યા છે,સુરત ખાતે પણ તેના દિવ્ય દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું. લિંબાયત નીલગીરી ખાતે યોજાયેલા દિવ્ય દરબાર કાર્યક્રમમાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. આયોજન સમિતિ દ્વારા અપૂરતી વ્યવસ્થા અને સગવડને કારણે બાબાના દરબારમાં આવનાર તેમના  ભક્તો ભારે  હેરાન પરેશાન થયા હતા.

ત્યાં આવનાર લોકોને પૂરતું પાણી પણ ન મળતા આયોજન સમિતિના સ્વયંસેવકો પાણીની બોટલ VVIP લોકો માટે લઈ જતા લૂંટફાટ મચી હતી.

બીજી તરફ આયોજન સમિતિ દ્વારા આડેધડ એન્ટ્રી કેટેગરીના પાસ અને વ્યવસ્થાન નામે કાર્ડ બનાવી આપતાં ભારે અફરા તફરી અને અરાજકતા જેવો માહોલ સર્જાયો હતો.જ્યાં જુઓ ત્યાં ભારે અફરા તફરી સર્જાઇ હતી.

દિવ્ય દરબારમાં આવનાર લોકોને પાણી ન મળી રહેતા લોકો ભારે પરેશાન થયા હતા. દિવ્યા દરબાર કાર્યક્રમ સાંજે 6:00 વાગે શરૂ થયો પરંતુ લોકો બપોરે ત્રણ વાગ્યાના મેદાન પર આવી ગયા હતા. ધોમ ધખતા તડકામાં હેરાન થતા લોકોને પાણી પણ મળ્યું ન હતું.

વી વીઆઈપી લોકો માટે આયોજન સમિતિના સ્વયંસેવકો દ્વારા પાણીની બોટલો લઈ જવામાં આવતા રસ્તામાં લોકોએ પાણીની લુટ ફાટ મચાવી હતી. બાળકો,મહિલાઓ પાણીના એક ઘૂંટ માટે સ્વયંસેવક પર તૂટી પડ્યા હતા.અને તમામ બોટોલો લુંટી લીધી હતી.

VIP ગેટમાં માત્ર VIP પાસ વાળા લોકોને જ પ્રવેશ આપવા માટે પોલીસ કર્મચારીઓએ ઘણા પ્રયાસો કર્યા હતા.પણ લોકોની ભીડ આ VIP ગેટ પર એટલી બધી પહોંચી ગઈ હતી કે અહીં પોલીસે પણ પીછેહઠ કરવી પડી હતી.અને લોકોએ VIP બેઠક વ્યવસ્થા તરફ એકબીજાને ધક્કો મારી તેઓ આગળ દોડ્યા હતા. આ ધક્કા મુક્કીમાં મહિલાઓ બાળકો હેરાન પરેશાન થયા હતા.