રાજકોટ(Rajkot):રાજકોટના ઉપલેટાની જીમના દાદર પર 29 વર્ષના યુવાનને 19 ઉપરા ઉપર છરીના ઘા ઝીકીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી,જે હત્યાનું કારણ બહાર આવ્યું છે,તેમજ હત્યા કરનાર પણ પકડાઈ ગયો છે.
19 વર્ષીય વિનય નામના આરોપીએ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવવા જવી સામાન્ય બાબતે 29 વર્ષીય આશિષ ભાદરકા નામના યુવકની ગઈકાલે હત્યા કરી હતી.
વિનય નામના આરોપીએ આશિષ ભાદરકા પર હુમલાખોરે ઉપરા છાપરી છરીના ઘા ઝીંકતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે. જે સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.મૃતદેહને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો તેમજ પોલીસે હોસ્પિટલ ખાતે જઈ અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી
આ મામલે જેતપુર DySP રોહિતસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે, નક્ષત્ર બિલ્ડિંગમાં આવેલા બોડી ફિટનેસ જીમમાં મૃતક અને આરોપી સાથે જીમમાં જતા હતા. 10 દિવસ પૂર્વે બંને વચ્ચે વર્કઆઉટનો વીડિયો બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી અને 3 દિવસ પહેલા મૃતકે આરોપી સાથે મારામારી કરી હતી,જેનો ખાર રાખી આરોપીએ મૃતક જીમમાંથી બહાર નીકળતાની સાથે જ 19 જેટલા છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.